Baroda

વડોદરા: લારી પર નાસ્તો કરનાર પાસે પૈસા માગતા હુમલો

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરામાં શાક માર્કેટ પાસે નાસ્તાની લ ારી ચલાવતા સંજય વણજારા પર 3 મિત્રોએ હુમલો કર્યો. ગત 26મીએ રાત્રે 9:00 વાગ્યે શીવો અને કૌશલ નાસ્તો કર્યા બાદ પૈસા આપ્યા વિના જતા હતા. સંજયે પૈસા માંગતા ઉશ્કેરાયેલા શીવાએ ગાળો ભાંડી હુમલો કર્યો. શીવા અને તેના અન્ય બે મિત્રોએ સંજયને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: લારી પર નાસ્તો કરનાર  પાસે પૈસા માગતા હુમલો

Vadodara: લારી પર નાસ્તો કરનાર પાસે પૈસા માગતા ઉશ્કેરાયેલા ત્રણ મિત્રોએ લારી ચલાવતા યુવક પર હુમલો કર્યો હતો.
ડભોઇરોડ દુધીયા તળાવ પાસે રહેતો સંજય ગુલાબસીંગ વણજારા ગણેશનગર શાક માર્કેટ પાસે નાસ્તાની લારી ચલાવે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 26મી તારીખે હું મારી લારી પર હાજર હતો. રાત્રે 9:00 વાગ્યે હું મારી લારી પર હાજર હતો. તે દરમિયાન શીવો અને તેનો મિત્ર કૌશલ લારી પર નાસ્તો કરવા આવ્યા હતા. નાસ્તો કર્યા પછી પૈસા આપ્યા વિના જતા રહેતા હતા. મેં પૈસા માગતા શીવાએ ઉશ્કેરાઇને ગાળો બોલી હુમલો કર્યો હતો. શીવા અને તેના અન્ય બે મિત્રોએ ભેગા મળીને મને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.