Baroda

વડોદરા: આઈટીઆઈ એપ્રેન્ટીસને નિમણૂક પત્રની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન આંદોલન થયા બાદ આજે 685 ઉમેદવારોને નિમણૂક પત્ર આપ્યા

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં જેટકો કંપનીએ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતીના 685 ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા. ગઈકાલે રેસકોર્સ ખાતે આશરે 300 ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પોલીસ સાથે ઘર્ષણ થયું. ઉમેદવારોએ જેટકોના એમડી અને અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. આંદોલન બાદ 685 ઉમેદવારોને નોકરી મળતા ખુશી છવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: આઈટીઆઈ એપ્રેન્ટીસને નિમણૂક પત્રની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન આંદોલન થયા બાદ આજે 685 ઉમેદવારોને નિમણૂક પત્ર આપ્યા

Vadodara: એક બાજુ ગેટકો કંપની દ્વારા આઈ.ટી.આઈ એપ્રેન્ટીસ ને નિમણૂક પત્ર આપવાની પ્રક્રિયા ચાલતી હતી તો બીજી બાજુ ગઈકાલે આંદોલન થયું હતું તે બાદ આજે રેસકોર્સ ખાતે આવેલી જેટકો કંપની દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતીના 685 ઉમેદવારોને નિમણૂક પત્રો ઇશ્યૂ કરતા ઉમેદવારોમાં ખુશીની લહેર વ્યાપી છે.

શહેરના રેસકોર્સ ખાતે આવેલી વીજ કંપનીની મુખ્ય કચેરી બહાર ગઈકાલે ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી-2026 સહિતના વિવિધ મુદ્દાઓને લઈને આશરે 300 ઉમેદવારોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ બંદોબસ્તમાં રહેલા ચીફ સિક્યુરિટી ઓફિસર રાજુભાઈ પરમાર અને અકોટા પીઆઈ એચ.પી. બલદાણિયા સાથે ઉમેદવારોનું ઘર્ષણ થતાં બોલાચાલી થઈ હતી. ઉમેદવારોએ જેટકોના એમડી જયપ્રકાશ તેમજ અન્ય અધિકારી પીએમ રાઠવાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી સહિતના મુદ્દે ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન આંદોલન અગાઉથી જેટકો દ્વારા 685 ઉમેદવારોને નિમણૂક આપવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 15 દિવસથી નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી. જોકે, આ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોએ રેસકોર્સ ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો.

જેટકો તરફથી 685 ઉમેદવારોના નિમણૂકના ઓર્ડર ઇસ્યૂ કરવામાં આવ્યા છે. જેના પગલે 685 ઉમેદવારોને નોકરી પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે.