ઈન્ટરનલ પરીક્ષાના પહેલા દિવસે અભૂતપૂર્વ ટ્રાફિક જામ, હજારો વિદ્યાર્થીઓ અટવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં સત્તાધીશોના અંધેર વહીવટના કારણે આજથી શરુ થયેલી ઈન્ટરનલ પરીક્ષાના પહેલા જ દિવસે અભૂતપૂર્વ ટ્રાફિક જામ સર્જાયો હતો અને હજારો વિદ્યાર્થીઓ અટવાયા હતા.
મળતી વિગતો પ્રમાણે કોમર્સ, આર્ટસ અને સાયન્સ એમ ત્રણે ફેકલ્ટીમાં આજથી પરીક્ષાઓ શરુ થઈ છે.તેમાં પણ કોમર્સમાં તબક્કાવાર એસવાય, એફવાય અને ટીવાયની સવાર, બપોર અને સાંજ એમ વારાફરથી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.
એફવાયની પરીક્ષા પૂરી થઈ હતી અને એસવાયની શરુ થવાની હોવાથી એક સાથે હજારો વિદ્યાર્થીઓ કેમ્પસમાં એકઠા થઈ ગયા હતા..બીજી તરફ આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારત અને તેના ગુંબજના બ્યુટિફિકેશન બાદ સત્તાધીશોએ કોમર્સ અને આર્ટસ વચ્ચેનો મુખ્ય રસ્તો જ બંધ કરી દીધો છે.જેના કારણે વિદ્યાર્થીઓ માટે અવર જવર કરવા માટે એક જ રસ્તો બચ્યો છે.તેના કારણે કેમ્પસમાં ટ્રાફિક જામ સર્જાયો હતો.જેની અસર સયાજીગંજના મુખ્ય રોડ પર પણ જોવા મળી હતી.સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં મોડા પહોંચ્યા હતા.વિદ્યાર્થીઓ તો ઠીક છે પણ કેટલાક સુપરવાઈઝર પણ ટ્રાફિક જામમાં અટવાયા હોવાથી પરીક્ષાની ડયુટીમાં મોડા પડયા હતા.કોમર્સ ફેકલ્ટીમાં તો સત્તાધીશોએ મોડા પડેલા વિદ્યાર્થીઓને વધારાનો સમય પણ આપ્યો હતો.
સત્તાધીશો રસ્તો નહીં ખોલે તો વિદ્યાર્થીઓ ખોલી નાંખશે
બીજી તરફ આજની અવ્યવસ્થા અને અંધાધૂધીથી રોષે ભરાયેલા વિદ્યાર્થી સંગઠનોએ ચેતવણી આપી છે કે, જો આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીનો રસ્તો આવતીકાલ સુધીમાં ખોલવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ જાતે જ આ રસ્તો ખોલી નાંખશે.




