હાઈવે ક્રોસ કરતા યુવકને કચડી અજાણ્યો કારચાલક નાસી છૂટયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આજે સાંજે ૮ વાગ્યાના અરસામાં દશરથ ગામ બ્રિજ ઊતરતા પેટ્રોલ પંપ પાસે અજાણ્યા કારચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે ચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો છે.
અકસ્માતમાં યુવકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકોએ મદદ માટે દોડી આવી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. એક પ્રત્યદર્શીના જણાવ્યા મુજબ, યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે લાલ કલરની સ્વિફ્ટ કારનો ચાલકે એને અડફેટે લઈ લીધો હતો.
આઈસ્ક્રીમની લારી ચલાવતો મૃતક હનુમાન જાટ (૫૫) મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને છેલ્લા ત્રણ દિવસથી પદમલા ગામ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતની જાણ થતાં છાણી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જી ફરાર થયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દશરથ ગામ બ્રિજ પાસે બે દિવસ અગાઉ રખડતા પશુના કારણે અકસ્માતમાં બાઇક સવાર દંપતીને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત, એક મહિના અગાઉ પણ અકસ્માતની ઘટનામાં મોપેડ સવાર યુવતીનું મોત થયું હતું. જીએસએફસી યુનિવર્સિટી પાસે બસોના ગેરકાયદે પાર્કિંગથી પણ ગ્રામજનોને અકસ્માતની ચિંતા સતાવે છે.




