મામા ભાણેજ પર હુમલો : રિક્ષાનો કાચ તોડી નાખ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મામા - ભાણેજને ધમકી આપી રિક્ષાનો કાચ તોડી નાખનાર બે માથાભારે વ્યક્તિઓ સામે કિશનવાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
કિશનવાડી વુડાના મકાનમાં રહેતા કિરણભાઇ રમેશભાઇ ગોહિલ ગોરવાની ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે આઠ વાગ્યે હું કિશનવાડી કૃત્રિમ તળાવ પાસે મારા મિત્રના ગલ્લા પર બેઠો હતો. તે દરમિયાન મારો ભાણેજ પૃથ્વી વિક્રમભાઇ પઢિયાર ગભરાયેલી હાલતમાં આવ્યો હતો. તેણે મને કહ્યું કે, સાંજે હું કલાવતી હોસ્પિટલ પાસે એક સલૂનમાં વાળ કપાવવા ગયો હતો.તે દરમિયાન નીતિને આવીને કહ્યું કે,હું કિશનવાડીનો ડોન છું, તારે મારી સાથે આંખો નહીં મળાવવાની.તેણે મને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હું મારા ભાણેજને લઇને સલૂન પર ગયો ત્યારે મને જોઇને નીતિન ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાં હાજર સન્નીએ મને કહ્યું કે, નીતિન મારો મોટો ભાઇ છે, તમારે જે વાત કરવી હોય તે કૃત્રિમ તળાવ પાસે આવીને કરો. જેથી, હું તળાવ પર ગયો ત્યારે સન્નીએ જાનથી મારી નાખવાની ધમકી આપી રિક્ષાનો કાચ તોડી નાખ્યો હતો.




