Baroda

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બે કાર સામસામે અથડાઈ, અમરેલીના દંપતીનું મોત, સુરતના બિલ્ડર પરિવારને ઈજા

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ગોધરા તરફથી રોંગ સાઈડમાં આવેલી કારે સુરતના બિલ્ડર મુકેશ બોધરાની કારને ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં અમરેલીના મગન વાવિયા અને તેમના પત્ની ભાનુબહેન વાવિયાનું કરુણ મોત થયું હતું. મુકેશભાઈના પરિવારને નાની-મોટી ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બે કાર સામસામે અથડાઈ, અમરેલીના દંપતીનું મોત, સુરતના બિલ્ડર પરિવારને ઈજા

Delhi-Mumbai Expressway Road Accident: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર રોંગ સાઈડમાં આવી રહેલી એક કારે સામેથી આવતી અન્ય કારને જોરદાર ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર બનાવમાં અમરેલીના દંપતીનું કરૂણ મોત નીપજ્યું છે. આ ગોઝારા અકસ્માતમાં સુરતના બિલ્ડર અને તેના પરિવારના સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા બિલ્ડર મુકેશ બોધરા પત્ની સુમિતાબહેન અને ત્રણ બાળકો સાથે કારમાં દિલ્હી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એક્સપ્રેસવે પર ગોધરા તરફથી રોંગ સાઈડમાં આવી રહેલી એક કારના ચાલકે મુકેશની કારને સામેથી ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કૂચડો વળી ગયો હતો. આ અકસ્માતમાં રોંગ સાઈડમાં કાર હંકારી રહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોઘા ગામના વતની મગન વાવિયા અને તેનાં પત્ની ભાનુબહેન વાવિયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બીજી તરફ મુકેશભાઈ બોધરા, તેમનાં પત્ની સુમિતાબહેન તથા ત્રણેય બાળકોને ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતના ગુના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.