કારમાં દારુ-બિયરના જથ્થા સાથે બે પકડાયા, ત્રણ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોમાતળાવ ચાર રસ્તા પાસેથી આજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી કારમાં દારુના જથ્થા સાથે બેને પકડી કુલ રૃા.૧૭.૧૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સ્ટેટ મોનિટરિંગની ટીમે ચોક્કસ માહિતીના આધારે આજે બપોરે સોમાતળાવ ચાર રસ્તા પાસે દરોડો પાડી કારમાં દારુના જથ્થા સાથે બંશીલાલ ભુરસીંગ રાઠવા (રહે.ઘોઘાદેવ,છોટાઉદેપુર) અને સુમિત ભાઈલાલ બારૈયા (રહે.મહાનગર, સોમાતળાવ)ને ઝડપી પાડયા હતા.
પોલીસે રૃા.૮,૬૦,૬૬૦ની કિંમતની દારૃ-બિયરની ૫૧ પેટી(નંગ-૧૭૪૪), કાર, બે મોબાઈલફોન સહિત કુલ રૃા.૧૭,૧૫,૬૬૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. કપુરાઈ પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી સંદિપ ઉર્ફે પુઠ્ઠો રાજુ રાજપૂત, આતિષ વિનોદ ઠાકોર (બંને રહે-વડોદરા) અને દારુનો જથ્થો મોકલનારને ફરાર જાહેર કર્યા છે.




