મધ્યપ્રદેશથી કારમાં દારૃ ભરીને વડોદરા આવતા બે ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મધ્યપ્રદેશથી કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને આવતી કાર પીસીબીએ કપુરાઇ ચોકડી પાસેથી પકડી બે આરોપીઓને ઝડપી પાડી ૭૮૨ બોટલ કબજે કરી છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશથી બે આરોપીઓ કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને ડભોઇ તરફથી આવી શહેરમાં ઘુસવાના છે. જેથી, પોલીસે કપુરાઇ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ કાર આવતા પોલીસે કાર ઊભી રખાવી હતી. કારમાંથી પોલીસને વિદેશી દારૃની ૭૮૨ બોટલ કિંમત રૃપિયા ૨.૧૭ લાખની મળી આવી હતી. જેથી, કારમાં બેઠેલા ચિરાગ જીતેન્દ્રભાઇ પટેલ (રહે. ગાંધી પાર્ક, વિરાટનગર ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ) તથા મોહિત જીતેન્દ્રભાઇ ખેતલા (રહે. શ્રદ્ધા પાર્ક સોસાયટી, ગુરૃકુળ સ્કૂલની બાજુમાં, હરણી વારસિયા રોડ) સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે દારૃ સપ્લાય કરનાર અલીરાજપુરના સપ્લાયર તથા દારૃ મંગાવનાર નિઝામપુરાના નરેશને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે દારૃ, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ ૫.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ોે




