૨૪ કલાક દરમિયાન એસ.ટી.બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતના બે બનાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

છેલ્લા ૨૪ કલાક દરમિયાન એસ.ટી. બસ અને રિક્ષા વચ્ચે અકસ્માતના બે બનાવ નોંધાયા છે. જેમાં ચાર લોકોને ઇજા થઇ હતી.
પ્રતાપનગર બ્રિજ પર ગઇકાલે રાત્રે એસ.ટી.બસના ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં (૧) લક્ષ્મીબેન હિતેશભાઇ વાઘેલા, ઉં.વ.૪૦ (રહે. ગંગાનગર, દંતેશ્વર)ને કપાળમાં (૨) હિતેશ કાલુભાઇ વાઘેલા, ઉં.વ.૪૨ ને માથામાં તથા (૩) હંસાબેન મહેશભાઇ વાઘેલા, ઉં.વ.૪૦ ને કાન અને ડાબા પગે ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક બનાવમાં મકરપુરા જીજી માતા મંદિર પાસે એસ.ટી. બસના ડ્રાઇવરે ટક્કર મારતા રિક્ષા પલટી જતા રિક્ષામાં બેઠેલા બબુબેન બાબુભાઇ સોલંકી, ઉં.વ.૫૬ (રહે. માણેજા) ને ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.




