Baroda

વીઆઇપી રોડ પર હિટ એન્ડ રન બાદ ટ્રીપલ એક્સિડન્ટ,પીકઅપ વાનના ડ્રાઇવર સામે ગુનો

By GS Team
20 Jul 20261 min read
TukuTouch Logo
વીઆઇપી રોડ પર હિટ એન્ડ રન બાદ આજે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. સયાજીપુરાના લલિતભાઈ પીતળ તેમની કાર લઇને જતા હતા, ત્યારે ડભોઇના અરુણ જયંતિભાઈ પાટણવાડિયાએ પીકઅપ વાનથી પાછળથી ટક્કર મારી. લલિતભાઈની કાર આગળની કાર સાથે અથડાતા બંને કારને નુકસાન થયું હતું. હરણી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વીઆઇપી રોડ પર હિટ એન્ડ રન  બાદ ટ્રીપલ એક્સિડન્ટ,પીકઅપ વાનના ડ્રાઇવર સામે ગુનો

વીઆઇપી રોડ પર હિટ એન્ડ રનના બનાવ બાદ આજે ટ્રીપલ અકસ્માતનો બનાવ બન્યો હતો.
એક સપ્તાહ પહેલાં વીઆઇપી રોડ પર કાર ચાલકે યુનિ.ના ત્રણ વિદ્યાર્થીને અડફેટમાં લેતાં દસ દિવસ પહેલાં જ એડમિશન લેનાર ઋતુરાજસિંહનું મોત નીપજ્યું હતું.
ઉપરોક્ત બનાવ બાદ આજે સવારે લલિતભાઇ પીતળે(અનંતા લાઇફ સ્ટાઇલ, સયાજીપુરા)કાર લઇ જતા હતા ત્યારે પીક અપ વાનના ચાલક અરૃણ જયંતિભાઇ પાટણવાડિયા(નવાપુરા,ડભોઇ)એ તેમને પાછળથી ટક્કર મારી હતી.
આ સાથે લલિતભાઇની કાર આગળની કારમાં ધડાકાભેર ભટકાતાં બંને કારને નુકસાન થયું હતું.જેથી હરણી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.