વિશ્વામિત્રી નદીમાં એક વર્ષ પૂર્વે માટીનું ધોવાણ અટકાવવા વૃક્ષોનું વાવેતર હવે ગેબિયન દિવાલો બનાવવા વૃક્ષોનું નિકંદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ને પહોળી કરવાની કામગીરી કરવામાં આવ્યા બાદ માટીનું ધોવાણ થાય નહીં તેને ધ્યાનમાં રાખી ઠેર ઠેર વૃક્ષો વાવવામાં આવ્યા હતા હવે જે જગ્યાએથી વધુ પડતી માટીનું ખોદકામ થઈ ગયું છે તેવી 12થી 14 જગ્યા પર ગેબિયન દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા એક વર્ષ પૂર્વે વાવવામાં આવેલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે જેથી વિવાદ સર્જાયો છે.
વિશ્વામિત્રી નદીમાં અવારનવાર પુર આવતું હતું પરંતુ બે વર્ષ પૂર્વે ભારે પુર આવ્યું અને સતત પાંચ દિવસ સુધી લોકોને ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો અને તેને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું ત્યારે ગુજરાત સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટનો અમલ કરવા તજજ્ઞોની સમિતિ બનાવી હતી અને તે સમિતિ દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી કરવા ભલામણ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખી 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અમલમાં મૂકવા નો નિર્ણય થયો હતો જેને કારણે અનેક વિવાદ પણ સર્જાયા હતા .
વિશ્વામિત્રી નદીમાં આડેધડ માટીનું ખોદકામ થતાં ખાસ કરીને શહેરમાં નદી પર બનાવેલા બ્રિજોની આસપાસ પણ માટીનું ખોદકામ કરી દેવામાં આવ્યું હતું જેથી નદી પરના બ્રિજો અને અન્ય કેટલીક જગ્યાએ થઈને માટી ખોદકામ થયું હતું તેનું વધુ ધોવાણ થાય નહીં તેને ધ્યાનમાં રાખી ગેબીયન દિવાલ બનાવવાનું નક્કી થયું હતું આ દિવાલ પાછળ રૂપિયા 15 થી 17 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે ત્યારે આ દિવાલ બનાવવાની કામગીરી શરૂ થતા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માટીનું ધોવાણ અટકાવવા માટે રૂપિયા પાંચ કરોડના ખર્ચે વિશ્વામિત્રી નદીના પટ પર ઠેર ઠેર વૃક્ષો વાવવામાં આવ્યા હતા પરંતુ હવે એક વર્ષ બાદ કોર્પોરેશન દ્વારા ગેબિયન દિવાલ બનાવવામાં નડતરરૂપ વૃક્ષોનું નિકંદન કાઢવાની શરૂઆત થઈ છે .
જે અંગે વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી અને વકીલ શૈલેષ અમીને વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યો છે કે ગેબિયન દિવાલ બનાવવાનું આયોજન જો પહેલેથી નક્કી હોય તો જ્યાં વૃક્ષો વાવવામાં આવ્યા છે તે જગ્યા છોડી દેવાની જરૂર હતી પરંતુ વહીવટી તંત્રએ વૃક્ષોની વાવણી કર્યા બાદ એક વર્ષ બાદ તે વૃક્ષો એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ વૃક્ષારોપણ કરી શક્યા હોત પરંતુ કોર્પોરેશનને વાવેલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે જેથી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ.









