Baroda

ત્રણ મહિલા ક્રિકેટરોની ભારતીય અંડર-૧૯ ટીમમાં પસંદગી

By GS Team
5 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરાની ત્રણ મહિલા ક્રિકેટરો મૈત્રી મણિયાર, વિધિ પરમાર અને અક્ષરા તિવારીની ભારતીય અંડર-19 મહિલા ટીમમાં પસંદગી થઈ છે. તેઓ 10 થી 22 નવેમ્બર, 2026 દરમિયાન બેંગલુરુમાં યોજાનારી T20 ત્રિકોણીય શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ શ્રેણીમાં ભારતની 'A', 'B' ટીમો અને નેપાળની ટીમ ભાગ લેશે. આ ત્રણેય ખેલાડીઓએ વડોદરાનું ગૌરવ વધાર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ત્રણ મહિલા ક્રિકેટરોની ભારતીય અંડર-૧૯ ટીમમાં પસંદગી

બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ની ત્રણ મહિલા ક્રિકેટરોએ રાષ્ટ્રીય સ્તરે વડોદરાનું ગૌરવ વધાર્યું છે.

 મૈત્રી મણિયાર, વિધિ પરમાર અને અક્ષરા તિવારીની આગામી અંડર-૧૯ મહિલા ટી -૨૦ ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદગી કરાઈ છે. બેંગલુરુ ખાતે ૧૦થી ૨૨ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારી આ ત્રિકોણીય શ્રેણીમાં ભારતની અંડર-૧૯ મહિલા એ ટીમ, ભારતની અંડર-૧૯ મહિલા બી ટીમ અને નેપાળની અંડર-૧૯ મહિલા ટીમ ભાગ લેશે.

મૈત્રી મણિયાર અને વિધિ પરમાર અગાઉ પણ ભારતીય અંડર-૧૯ મહિલા ટીમમાં સ્થાન મેળવી ચૂક્યાં છે. ઓલરાઉન્ડર મૈત્રીએ બરોડાની અંડર-૧૫ ટીમની કેપ્ટનશિપ સંભાળવાની સાથે અંડર-૧૯ સ્તરે પણ પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યારે ડાબોડી સ્પિન બોલર અને જમોડી બેટર વિધિ પરમાર બરોડાની અંડર-૧૫, અંડર-૧૯ અને અંડર-૨૩ ટીમોમાં રમી ચૂકી છે.