વડોદરામાં ત્રણ સિનિયર સિટિઝને કુલ રૃ.23 લાખના દાગીના અને રોકડ ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ચોર અને ઠગ ટોળકી દ્વારા રોજે રોજ અનેક લોકોને ઠગવામાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આ પૈકીના મોટાભાગના બનાવોમાં સિનિયર સિટિઝનો ટાર્ગેટ થતા હોય છે અને તેઓ જિંદગીની ભેગી કરેલી મૂડી ગુમાવતા હોય છે.શહેરમાં ચોર અને ઠગ ટોળકીએ વધુ ત્રણ સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરી રૃ.૨૩ લાખ ઉપરાંતની રોકડ અને દાગીના પડાવી લીધા હોવાના બનાવો બનતાં પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.
વાસણારોડની માનસ વિશ્રામનગર સોસાયટીમાં રહેતા ૭૬ વર્ષીય ઉમાબેન ધાણેકરે કહ્યું છે કે,હું મહિલા કેરટેકરને રાખી રહું છું.મારા નણંદ તેમના ૧૧ તોલા જેટલા દાગીના(ફરિયાદ મુજબ રૃ.૨.૯૦ લાખની કિંમત,બજાર કિંમત આશરે રૃ.૧૬ લાખથી વધુ) મને સાચવવા માટે આપી ગયા હતા. તેઓ જરૃર પડે ત્યારે લઇ જતા હતા.પરંતુ આ દાગીના તા.૧૦-૮-૨૬ થી ૨૮-૮-૨૬ દરમિયાન તિજોરીમાંથી ગાયબ થઇ ગયા છે. જેથી અકોટા પોલીસે ગુનો નોંધ્યો છે.
આવી જ રીતે છાણીમાં નગીનભાઇ પટેલ ને બે ડૂપ્લિકેટ પોલીસે અટકાવી આગળ મર્ડર થયું છે,દાગીના થેલીમાં મૂકી દો તેમ કહીને ચાર તોલાના દાગીના સેરવી લીધા હતા.જ્યારે,અલકાપુરીના શ્રીકુંજ ફ્લેટમાં રહેતા નરેન્દ્રભાઇ શેઠે ક્રેડિટ કાર્ડ લિમિટ ઇન્ક્રીઝ એપીકે ફાઇલ ડાઉનલોડ કરતાં તેમના ખાતામાંથી ત્રણ ટ્રાન્જેક્શન થયા હતા અને કુલ રુ.75619 ઉપડી જતાં તેમણે અકોટા પોલીસમાં ફરિયાદ કરી હતી.




