Baroda
પાદરાના ત્રણ ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ
By GS Team
25 Jul 20261 min read
પાદરાના કરખડી ગામના 3 યુવા ખેલાડીઓએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં યોજાયેલી 'યુથ ગેમ્સ ઓલ ઈન્ડિયા નેશનલ ચેમ્પિયનશિપ'માં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ખાનગી સંસ્થાના સ્પોર્ટ્સ પ્રોજેક્ટ હેઠળ ગુલફરાજ શેખ (અંડર-19), શંદ્રેશ મીણા (અંડર-17) અને કરણ માલી (અંડર-17) એ દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી રાજ્યનું નામ રોશન કર્યું છે.
Summarized by AI; it may make mistakes. Check important info

અત્રેની ખાનગી સંસ્થાના સ્પોર્ટ્સ પ્રોજેક્ટ હેઠળ પાદરાના કરખડી ખાતેના ત્રણ યુવા ખેલાડીઓએ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે યોજાયેલી 'યુથ ગેમ્સ ઓલ ઈન્ડિયા નેશનલ ચેમ્પિયનશિપ'માં શાનદાર પ્રદર્શન કરી ત્રણેયે ગોલ્ડ મેડલ જીત્યા છે.
વિવિધ કેટેગરીની દોડ સ્પર્ધામાં ગુલફરાજ શેખ (અંડર-૧૯) , શંદ્રેશ મીણા(અંડર-૧૭) અને કરણ માલી (અંડર-૧૭) એ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે.
સ્પોર્ટ્સ પ્રોજેક્ટ હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧,૨૧૦ વિદ્યાર્થીઓએ એસ.જી.એફ.આઈ અને ખેલ મહાકુંભની તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જે પૈકી ૬૦૯ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષા અને ૫૭ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા માટે તેમજ ૩ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામ્યા હતા.