Baroda

ઓનલાઇન જુગારના કેસની પતાવટ માટે કાલોલ પો.સ્ટે.ના બે કોન્સ્ટેબલ સહિત ત્રણ લાંચના કેસમાં ફસાયા

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
પંચમહાલના કાલોલ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ અને 1 વચેટિયો લાંચ કેસમાં ફસાયા છે. ઓનલાઇન જુગારના કેસની પતાવટ માટે ₹15,000ની લાંચ લેતા વચેટિયા ધર્મેન્દ્રસિંહ રાઠોડને દાહોદ ACBએ નર્મદા કેનાલ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. આશિષ કટારા અને જશપાલસિંહ પરમાર નામના પોલીસકર્મીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઇન જુગારના કેસની પતાવટ માટે કાલોલ પો.સ્ટે.ના બે કોન્સ્ટેબલ સહિત ત્રણ લાંચના કેસમાં ફસાયા

પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સહિત ત્રણ લાંચના કેસમાં ફસાયા છે. ઓનલાઇન જુગારમાં ઝડપાયેલા એક આરોપીના કેસની પતાવટ કરવા માટે રૃા.૧૫ હજારની લાંચ લેતા વચેટિયો ઝડપાયો છે જ્યારે અન્ય બે પોલીસ કર્મીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઓનલાઇન જુગારના કેસમાં તા.૨૩ના રોજ કાલોલ પોલીસે એક શખ્સની અટકાયત કરી કેસની પતાવટ કરવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના આશિષ કટારા અને જશપાલસિંહ યશવંતસિંહ પરમારે આરોપીના મિત્રનો સંપર્ક કરી રૃા.૨૦ હજારની લાંચ માંગી હતી. આ રકમ વધારે હોવાથી રકમ ઓછી કરવા માટે જણાવતા આખરે રૃા.૧૫ હજાર લાંચ આપવી તેમ નક્કી થયું હતું.
દરમિયાન બંને પોલીસ કોન્સ્ટેબલોનો વચેટિયો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે નોનભાઇ કનકસિંહ રાઠોડ (રહે.સણસોલી, તા.કાલોલ)એ રકમ લેવા માટે નારણપુરા ગામે નર્મદા કેનાલ ચોકડી પાસે બોલાવતા લાંચની રકમ આપવા માટે ત્યાં ગયા હતાં. આ સમયે દાહોદ એસીબીના પીઆઇ એસ.એમ. પઠાણ તેમજ સ્ટાફના માણસોએ ધર્મેન્દ્રસિંહને ઝડપી પાડયો હતો અને તેની સાથે લાંચની રકમ મળી ગઇ છે તેમ ફોન પર બંને કોન્સ્ટેબલો સાથે વાત કરાવી હતી. આ અંગે એસીબીએ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.