Baroda

છેલ્લા ત્રણ દિવસમાં મારામારીના ત્રણ બનાવો

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
શહેરમાં યાત્રાઓ દરમિયાન મારામારીનો સિલસિલો યથાવત્ છે. આજે સોમાતળાવ ચાર રસ્તા પાસે વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. ગઈકાલે ન્યાય મંદિર પાસે ગણેશજીની આગમન યાત્રામાં ૭-૮ યુવકોએ એકને માર માર્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. બે દિવસ પહેલા દશામાની યાત્રામાં પણ મારામારી થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

છેલ્લા ત્રણ દિવસમાં મારામારીના ત્રણ બનાવો

શહેરમાં યાત્રાઓ દરમિયાન મારામારીની ઘટનાઓનો સિલસિલો અટકતો નથી.

આજે બપોરે સોમાતળાવ ચાર રસ્તા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કોઈ કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

ગઈકાલે શનિવારે રાત્રે ગણેશજીની આગમન યાત્રા દરમિયાન ન્યાય મંદિર પાસે મારામારી થઈ હતી. વાજતે-ગાજતે નીકળેલી આગમન યાત્રા દરમિયાન કોઈ કારણોસર થયેલી મારામારીનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એક યુવકને ૭થી ૮ જેટલા યુવકો માર મારતા હોવાનું જોવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ દશામાની આગમન યાત્રા દરમિયાન પણ આ પ્રકારની મારામારીની ઘટના બની હતી.