વડોદરામાં દારૃનો ધંધો કરતા ત્રણ બૂટલેગરો જેલભેગા થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં વિદેશી દારૃનો ધંધો કરતા ત્રણ મોટા બૂટલેગરોની ધરપકડ પછી તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જે પૈકી એક બૂટલેગર ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટયો હતો. જે ડીસીબી પોલીસના હાથે પકડાયો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં વડોદારના બે મોટા બૂટલેગરો નિલુ સિન્ધી તથા નીરવ ભરતભાઇ પટેલ (રહે. વિશ્વકર્મા ગાંધી કુટિર, ઉકાજીનું વાડિયું, વાઘોડિયારોડ) સંડોવાયેલા હતા. ગત ૧૮ મી તારીખે કપુરાઇ પોલીસે નીરવ પટેલને ઝડપી પાડયો હતો. અલગ - અલગ ગુનામાં ધરપકડ થયા પછી હાલમાં તે વડોદરા જેલમાં છે. જ્યારે ત્રણ થી ચાર ગુનામાં વોન્ટેડ એવો બૂટલેગર નિલેશ હરેશભાઇ નાથાણી ઉર્ફે નિલુ સિન્ધી ગઇકાલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં પકડાતા તેને પણ જેલ હવાલે કરવામાં આવ્યો છે. તદુપરાંત બે દિવસ પહેલા એસ.એમ.સી.ની રેડમાં આરોપી ઉમેશ જયસ્વાલ ઝડપાઇ ગયો હતો. વાડી પોલીસે તપાસ દરમિયાન આ કેસમાં સંડોવાયેલા બૂટલેગર સંદિપ રાજપૂતને પણ ઝડપી પાડયો હતો. આ બંને બૂટલેગરોના રિમાન્ડ પૂરા થતા ેતેઓ પણ જેલમાં છે.




