ચેક રિટર્નના કેસમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચેક રિટર્નના કેસમાં સજા થયા પછી નાસતા ફરતા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા ડેપો પાછળ જય નારાયણ નગરમાં રહેતા ભરત રમેશચંદ્ર ગજ્જર (ઉં.વ.૫૪) ને સજા થતા બે મહિનાથી નાસતો ફરતો હતો. જ્યારે અન્ય એક કિસ્સામાં મકરપુરા એરફોર્સની પાછળ વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા નિરજસીંગ વિજયબહાદુરસીંગ (ઉં.વ.૪૬) ને ચેક રિટર્નના કેસમાં સજાથઇ હતી. તે કેસમાં તે ત્રણ મહિનાથી નાસતો ફરતો હતો. આ બંને આરોપીઓ સામે સજા વોરંટ ઇશ્યૂ થતા મકરપુરા પોલીસે બંનેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક કેસમાં ચેક રિટર્નના કેસમાં સજા થતા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી ભાવેશ રમેશભાઇ માળી (રહે. નટરાજ ટાઉનશિપ, સયાજીગંજ) ને સયાજીગંજ પોલીસે ઝડપી પાડયો છે.









