Baroda

વડોદરાની બેન્ક ઓફ બરોડા અને બેન્ક ઓફ ઇન્ડિયાને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી

By GS Team
9 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં સ્કૂલ, કોર્ટ, એરપોર્ટ અને કલેક્ટર કચેરી બાદ હવે બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સયાજીગંજની બેંક ઓફ બરોડા અને રાવપુરાની બેંક ઓફ ઈન્ડિયાને ઈમેઈલ દ્વારા ધમકી મળતા પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે સઘન ચેકિંગ કર્યું હતું. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ પ્રકારના ઈમેઈલથી તંત્રને હેરાન કરનાર ભેજાબાજને પકડવામાં પોલીસને હજુ સફળતા મળી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની બેન્ક ઓફ બરોડા અને બેન્ક ઓફ ઇન્ડિયાને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી

Vadodara: વડોદરામાં સ્કૂલ,કોર્ટ,એરપોર્ટ અને કલેક્ટર કચેરી બાદ હવે બેન્કોને બોમ્બની ધમકીઓ મળતાં પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું,પરંતુ કાંઇ હાથ લાગ્યું નથી.

છેલ્લા કેટલાક સમયથી ઇમેઇલથી બોમ્બ ની ધમકી આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે.જેમાં હવે બેન્કોનો વારો આવ્યો છે.આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં સૂરજ પ્લાઝા ખાતે આવેલી બેન્ક ઓફ બરોડાની મેઇન ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો મેઇલ મળતાં એસીપી ડીજે ચાવડા અને પીઆઇ સહિતના અધિકારીઓ કાફલા સાથે દોડી ગયા હતા.પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની મદદ લીધી હતી.પરંતુ તપાસ દરમિયાન સાંજ સુધી કાંઇ હાથ લાગ્યં નથી.

આવી જ રીતે બોમ્બ થ્રેટનો બીજો એક મેઇલ રાવપુરા મેઇન રોડ પર આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાને મળ્યો હતો.જેમાં આવી જ રીતે બોમ્બથી બેન્કને ઉડાવી દેવાની ધમકી અપાતાં બપોર સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું.ડીસીપી એન્ડ્રુ મેકવાને કહ્યું હતું કે અમારી તપાસ દરમિયાન કોઇ પણ શંકાસ્પદ ચીજ મળી નથી.

નોંધનીય છે કે રાજ્યમાં આ પ્રકારના ઇમેઇલ વારંવાર મળી રહ્યા છે,પરંતુ મોટા ભાગના બનાવોમાં મેઇલ મોકલી તંત્રને હેરાન કરનાર ભેજાબાજ સુધી પોલીસ પહોંચી શકી નથી.