Baroda

ગોત્રીના બંધમકાનમાં ત્રાટકેલા ચોરો 7લાખ ઉપરાંતની મતા ચોરી ફરાર

By GS Team
4 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં બંધ મકાનોને નિશાન બનાવતી ચોર ટોળકી સક્રિય છે. ગોત્રી ઇસ્કોન મંદિર સામેના વીબી નગરમાં નિવૃત્ત રામનરેશ યાદવના બંધ મકાનમાંથી રૂ. 7 લાખથી વધુની ચોરી થઈ છે. પરિવાર રાજસ્થાન ગયો હતો ત્યારે ચોરોએ 3 તોલા દાગીના અને રૂ. 5.30 લાખ રોકડાની ઉઠાંતરી કરી. અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે શહેરમાં આંતરરાજ્ય ચોર પકડાયા છતાં ચોરીનો સિલસિલો યથાવત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રીના બંધમકાનમાં ત્રાટકેલા ચોરો 7લાખ ઉપરાંતની મતા ચોરી ફરાર

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બંધ મકાનોને ચોરો નિશાન બનાવી રહ્યા હોવાના બનાવો બની રહ્યા છે.બે દિવસ પહેલાં જ પોલીસે એક આંતરરાજ્ય ચોરને ઝડપી પાડી 31 તોલાના દાગીના કબજે કર્યા હતા અને પોલીસ દ્વારા નામચીન ચોરોની વિગતો પણ મેેળવવામાં આવી રહી છે.આમ છતાં ચોરીનાે સિલસિલો ચાલુ જ રહ્યો છે.
ગોત્રી ઇસ્કોન મંદિર સામે આવેલા વીબી નગરમાં બનેલા આવા જ એક બનાવમાં પરિવારે રુ.સાત લાખ થી વધુની મતા ગુમાવી છે.નિવૃત્ત જીવન ગાળતા રામનરેશ યાદવે પોલીસને કહ્યું છે કે તા.૩૦મી જુલાઇએ સવારે હું પરિવાર સાથે રાજસ્થાન ગયો હતો ત્યારે બીજા દિવસે પાડોશમાં રહેતા બહેને ફોન કરીને નકૂચો તૂટયો હોવાની જાણ કરી હતી. વડોદરા આવી તપાસ કરતાં ચોરો ત્રણ તોલાના દાગીના અને રોકડા રૃ.૫.૩૦ લાખ મળી રૃ.સાત લાખ ઉપરાંતની મતા ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.