અહીં આગળ મર્ડર થયું છે, દાગીના થેલીમાં મૂકી દો... એમ કહી ચાર તોલા દાગીના પડાવી નકલી પોલીસ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરા છાણી વિસ્તારમાં નકલી પોલીસે એક સિનિયર સિટીજનને દાગીના થેલીમાં મૂકવાના નામે નજર ચૂકવી ચાર તોલા દાગીના પડાવી લીધા હોવાનો બનાવ બન્યો છે.
છાણીની નાની કાછિયાવાડમાં રહેતા નવીનભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે, ગઈકાલે સવારે હું મારા સ્કૂટર ઉપર કાળકા માતાના મંદિરે ગયો હતો અને ત્યાંથી હાઇવે ઉપર હનુમાનજીના મંદિરે દર્શન કરીને 11:30 વાગ્યાના અરસામાં પરત ફરી રહ્યો હતો ત્યારે હેલીનીયમ અને પ્લેટિનિયમ સાઇટની વચ્ચેના રસ્તા ઉપર બે શખ્સોએ મને રોક્યો હતો.
પોલીસની ઓળખ આપનાર બંને જણાએ મને આગળ મર્ડર થયું છે તેમ કહી લાયસન્સ માંગ્યું હતું. મેં લાયસન્સ બતાવતા તેમણે મને કહ્યું હતું કે મર્ડર કરતી ગેંગ ફરે છે એટલે દાગીના ઉતારીને થેલીમાં મૂકી દો. મે બે તોલાની વીંટી તેમજ બે તોલાની ચેન થેલામાં મૂકી હતી.
આ વખતે એક જગ્યાએ મને એવું કહ્યું હતું કે હું જે કાગળ આપું છું તેમાં મૂકીને વ્યવસ્થિત દાગીના મૂકી દો. જેથી તેણે મને કાગળ આપતા મેં કાગળમાં દાગીના મૂકી થેલી મૂકી હતી. થોડે આગળ જઈ ને કાગળ ખોલતા તેમાં દાગીના ન હતા અને પાનનો માવો મુકેલો હતો. હું તરત જ પરત ભર્યો હતો પરંતુ બંને ગઠીયા ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. જેથી 112 ને ફોન કરી પોલીસને બોલાવી હતી. છાણી પોલીસે આગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




