ઓનલાઇન ઠગો સામેનો જંગ ગામડાંઓ સુધી પહોંચ્યોઃબાપુની ગ્રામસભાઓમાં સાયબર ફ્રોડનો મુદ્દો છવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સાયબર માફિયાઓ દ્વારા આચરવામાં આવતી ઠગાઇનું નેટવર્ક અંતરિયાળ ગામો સુધી પહોંચ્યું છે અને સામાન્ય ગ્રામજનો લાખોની રકમ ગુમાવી રહ્યા છે.પરિણામે સાયબર માફિયાઓ સામે જાગૃતિની ઝુંબેશ હવે ગામડાંઓમાં પણ વિસ્તરી છે.
મહાત્મા ગાંધી પંચાયતી રાજના પ્રખર હિમાયતી હતા અને તેમના માનમાં ગાંધી જયંતીએ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવતું હોય છે.જે પરંપરા મુજબ આજે વડોદરા જિલ્લાની ૫૦૦થી વધુ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે ગ્રામસભાઓમાં રસ્તા, પાણી,વીજળી,ખાળકૂવા,સ્વચ્છતા,દબાણો,ખેતીને લગતી સમસ્યા જેવા સવાલો ચર્ચામાં રહેતા હોય છે.પરંતુ આ વખતે દરેક ગ્રામસભામાં પહેલીવાર સાયબર ઠગો સામેની જાગૃતિનો મુદ્દો ચર્ચામાં લેવામાં આવ્યો હતો.
અનેક ગ્રામસભાઓમાં પોલીસના સાયબર સેલના જવાનોએ ભાગ લીધો હતો અને સાયબર માફિયાઓથી બચવા માટે શું કરવું તેની સમજ આપી હતી.ડભોઇના સાઠોદ ગામે અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલો રજૂ કરીને ઓનલાઇન ઠગોની ચુંગાલમાંથી કેવી રીતે બચી શકાય તેની છણાવટ કરવામાં આવી હતી.




