Baroda

સુરસાગર તળાવમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત્

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં છેલ્લા 3 મહિનાથી માછલીઓના મોતનો સિલસિલો યથાવત્ છે. કોર્પોરેશન દ્વારા મૃત માછલીઓના નિકાલની કામગીરી અટકી જતાં, તળાવ કિનારે સડી ગયેલી માછલીઓથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. સહેલાણીઓ પરેશાન છે. શહેરની સુંદરતા વધારવાની વાતો વચ્ચે, તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ગઈકાલે વિશ્વામિત્રી નદીમાં પણ મૃત માછલીઓ જોવા મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરસાગર તળાવમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત્

ઐતિહાસિક સુરસાગર તળાવમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે.

સુરસાગર તળાવમાં માછલીઓના મોત બાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મૃત માછલીઓના નિકાલની કામગીરી સતત કરવામાં આવી રહી છે. જોકે હાલ આ કામગીરી અટકી જતાં તળાવના કિનારે જ મૃત માછલીઓ પડી રહી છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે.

તળાવની મુલાકાતે આવતા સહેલાણીઓને પણ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ શહેરમાં ઐતિહાસિક સ્થળ તરીકે સુરસાગરને વિકસાવવાની અને તેની સુંદરતા વધારવાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ તળાવમાં માછલીઓના સતત મોત અને મૃત માછલીઓના નિકાલની સમસ્યા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરી રહી છે.

છેલ્લા ત્રણ મહિનાથી સુરસાગર તળાવમાં માછલીઓના મોતની ઘટનાઓ બની રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે શનિવારે વિશ્વામિત્રી નદીમાં પણ મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળી હતી.