કાયમી ભરતી માટે 12000 કરતા વધારે ઉમેદવારોની અરજીઓની ચકાસણી જ શરુ થઈ નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા અચાનક જ સ્થગિત થઈ ગઈ છે. વિવિધ ફેકલ્ટીઓમાં ૮૦૦ જેટલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી અને આ માટે છેલ્લી તારીખ ૩૧ મે હતી.
મળતી જાણકારી પ્રમાણે ૮૦૦ જેટલી જગ્યાઓ માટે ૧૨૦૦૦ કરતા વધારે અરજીઓ આવેલી છે પણ યુનિવર્સિટી સત્તાધીશોએ હજી સુધી આ અરજીઓની ચકાસણી પણ શરુ કરી નથી.બીજી તરફ ભરતી માટે ઓએસડી તરીકે ફરજ બજાવતા ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રો.ધનેશ પટેલ નિવૃત્ત થઈ ગયા છે પણ તેમની જગ્યાએ અન્ય કોઈ અધ્યાપકને હજી સુધી સત્તાધીશોએ ઓએસડી બનાવ્યા નથી.
સૂત્રોનું કહેવું છે કે, ચકાસણીમાં થઈ રહેલા વિલંબથી એવો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે કે, સત્તાધીશોને ખરેખર ભરતી કરવામાં રસ છે ખરો? ઉપરાંત અરજીઓની સ્ક્રુટિની માથાનો દુખાવો બની શકે છે.કારણકે તમામ અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવી છે.દરેક અરજી સાથે ૨૦૦ થી ૩૦૦ પાનાના બીજા દસ્તાવેજો જોડાયેલા છે.આ સંજોગોમાં સત્તાધીશોએ અરજી અને દસ્તાવેજોની હાર્ડકોપી મંગાવવાની જરુર હતી.









