આજથી ૧૪ દિવસ સુધી ૬૬ ટ્રેનોના શિડયૂલ ખોરવાયેલા રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુરત-વડોદરા રેલવે વિભાગના ઉતરાણ સ્ટેશનને વિકસાવવા માટે યાર્ડમાં કામગીરી હાથ ધરાઈ છે, જેના પગલે ૧થી ૧૬ ઓક્ટોબર દરમિયાન વિવિધ તારીખોએ બ્લોક લેવાતા અનેક ટ્રેનોનું શિડયૂલ ખોરવાશે. ભરૃચ-સુરત મેમુ ટ્રેન ૧૪ દિવસ રદ કરાઈ છે, જ્યારે કેટલીક લાંબા અંતરની ટ્રેનો ૧ કલાક ૪૦ મિનિટ સુધી મોડી દોડશે.
તા. ૧ અને ૨ ઓક્ટોબરે ડો.એમ.જી.રામચંદ્રન સેન્ટ્રલ-અમદાવાદ ટ્રેન ૪૦ મિનિટ મોડી દોડશે. ૭ અને ૧૪ ઓક્ટોબરે હઝરત નિઝામુદ્દીન-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ ૧ કલાક ૪૦ મિનિટ, જ્યારે કટરા-બાંદ્રા ટર્મિનસ સ્વરાજ એક્સપ્રેસ ૧ કલાક ૩૦ મિનિટ મોડી દોડશે.
૮ અને ૧૫ ઓક્ટોબરે કટરા-બાંદ્રા સ્વરાજ એક્સપ્રેસ ૧ કલાક ૨૦ મિનિટ, અમદાવાદ-તિરુચિરાપલ્લી ટ્રેન ૧ કલાક ૧૦ મિનિટ અને હરિદ્વાર-વલસાડ એક્સપ્રેસ ૧ કલાક ૫ મિનિટ મોડી દોડશે. ૯ અને ૧૬ ઓક્ટોબરે ઝાંસી-બાંદ્રા ટર્મિનસ ટ્રેન ૧ કલાક ૪૦ મિનિટ અને હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ૧ કલાક ૨૫ મિનિટ મોડી દોડશે. ૧૩ ઓક્ટોબરે ઝાંસી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અને ઓખા-તિરુપતિ એક્સપ્રેસ ૧ કલાક ૨૫ મિનિટ મોડી દોડશે.
આ ઉપરાંત વિવિધ તારીખોએ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિતની અનેક ટ્રેનો ૧૦થી ૬૫ મિનિટ સુધી મોડી દોડશે.




