Baroda

વડોદરા પાલિકાની સ્થાયી સમિતીની બેઠકમાં શાળા માટે નવું બિલ્ડીંગ અને ગરબા સ્પર્ધાની દરખાસ્ત નામંજૂર કરાઈ

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિએ રૂ. 1.44 કરોડના ખર્ચે સમા વિસ્તારમાં રંગ અવધૂત શાળા માટે નવું મકાન બનાવવાની દરખાસ્ત ફગાવી દીધી. સરકારી યોજના હેઠળ શાળા બનતી હોવાથી આ નિર્ણય લેવાયો. 2023થી પડતર ગરબા સ્પર્ધાની દરખાસ્ત પણ નામંજૂર કરાઈ. જોકે, રૂ. 76.50 લાખના ખર્ચે 10 ટ્રેક્ટર-ટ્રોલી ખરીદવા અને પોકલેન મશીન ભાડે લેવાની દરખાસ્ત મંજૂર કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પાલિકાની સ્થાયી સમિતીની બેઠકમાં શાળા માટે નવું બિલ્ડીંગ અને ગરબા સ્પર્ધાની દરખાસ્ત નામંજૂર કરાઈ

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં આજે વિવિધ વિકાસલક્ષી કામોની દરખાસ્તો નિર્ણય માટે રજૂ કરવામાં આવી હતી. જેમાં ઉત્તર ઝોનના સમા વિસ્તારમાં રંગ અવધૂત શાળા માટે રૂ.1.44 કરોડના ખર્ચે નવું મકાન બનાવવા માટે ભાવપત્ર મંજૂર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જોકે, સમા વિસ્તારમાં રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાન હેઠળ શાળાનું મકાન બની રહ્યું હોવાથી સ્થાયી સમિતિએ પાલિકાની આ દરખાસ્ત નામંજૂર કરી હતી.
આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરબા સ્પર્ધાનું આયોજન કરવા અંગેની દરખાસ્ત પણ સ્થાયી સમિતિએ નામંજૂર કરી હતી. આ દરખાસ્ત વર્ષ 2023થી પડતર હોવાનું સામે આવ્યું હતું. જૂની દરખાસ્ત હોવાથી તેને ધ્યાનમાં લઈને હાલના તબક્કે નામંજૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. આગામી નવરાત્રી દરમિયાન ગરબા સ્પર્ધા યોજવી કે નહીં અને યોજાય તો કઈ રીતે તેનું આયોજન કરવું તે અંગે હવે વિચારણા કરવામાં આવશે.
સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક કામોને મંજૂરી પણ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.76.50 લાખના ખર્ચે 10 ટ્રેક્ટર-ટ્રોલી ખરીદવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. શહેરના વિવિધ કાંસોની સફાઈ માટે પોકલેન મશીન ભાડેથી લેવા અંગેની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ખંડેરાવ માર્કેટ ખાતે પે એન્ડ પાર્કનો ઇજારો આપવા સહિતની અન્ય દરખાસ્તોને પણ સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.