વડોદરાના માંજલપુરમાં આબેહૂબ પૂરી જેવું જ જગન્નાથજીનું એકમાત્ર મંદિર,બાળકો રથ ખેંચે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આવતીકાલે અષાઢી બીજે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળનાર છે ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા એક માત્ર જગન્નાથ મંદિરમાં પણ બાળકો દ્વારા ૨૦ ફૂટનો રથ ખેંચવામાં આવે છે.
માંજલપુરના ધૈર્ય પ્રસાદ પેલેસમાં રહેતા પ્રિન્સ અશોકરાજે ગાયક વાડ અને દેવિયાની રાજે ગાયકવાડને ભગવાન જગન્નાથજીમાં આસ્થા હોવાને કારણે ૧૯૯૦ના દાયકામાં ઓડિશા જેવી જ પ્રતિકૃતિવાળું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારબાદ ઓડિશાની સ્થાપત્ય શૈલી વાળું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું.જેમાં લીમડાના લાકડામાંથી પુરીના મંદિર જેવી જ ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની પ્રતિમાઓનું વિધિવત સ્થાપન કરવામાં આવ્યું હતું.મંદિરમાં પૂંજાવિધિ પણ ઓડિશાના પંડિત દ્વારા કરવામાં આવે છે અને પ્રસાદી તેમજ અન્ય પ્રસંગો પણ ત્યાંની પ્રથા મુજબ મનાવાય છે.









