નવી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક પંદર દિવસ પછી પણ બોલાવાઈ નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ અગાઉની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ મેનેજમેન્ટની મુદત પૂરી થયાના બે મહિના બાદ નવી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરી છે.જેના પંદર દિવસ બાદ પણ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક હજી સુધી બોલાવવામાં આવી નથી.
યુનિવર્સિટીનું તંત્ર ગોકળગાયની ગતિએ કામ કરી રહ્યું છે.સામાન્ય રીતે નવી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બન્યા બાદ શક્ય હોય તેટલા વહેલા તેની બેઠક બોલાવવામાં આવતી હોય છે.કારણકે યુનિવર્સિટીના રોજબરોજના વહીવટને લગતા નિર્ણયો લેવાનું કામ કાઉન્સિલનું છે.મહિને એક વખત તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક બોલાવવી જ પડતી હોય છે.
જોકે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ નહીં બની હોવાથી બિલ્ડિંગ કમિટિ, ઈન્વેસ્ટેમેન્ટ કમિટિ, ફાઈનાન્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમિટિ અને પરચેઝ કમિટિ જેવી મહત્વની કમિટિઓ પણ બની રહી નથી.કારણકે આ કમિટિમાં કોની નિમણૂંક કરવી તેનો નિર્ણય પણ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં જ લેવાતો હોય છે.
આ કમિટિઓ નહીં બની હોવાથી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર ખરીદી સહિતની વિવિધ વસ્તુઓની ખરીદી અટવાઈ છે.આમ નીતિ વિષયક નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો છે.




