Baroda

SD PAY અને APNA PAYના નામે 1533 કરોડનું ટ્રાન્જેક્શન કરનાર ગેંગનું નેટવર્ક હજી ચાલુ,એજન્ટોને ટ્રેનિંગ આપતા હતા

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
રાજ્યભરમાં ચકચાર મચાવનાર SD PAY અને APNA PAY કૌભાંડમાં અમરેલી-વડોદરા પોલીસે નારાયણ કાંગને, ધવલ પટેલ, હિરેન શાહ અને ભાવેશ ધનેજા સહિતના આરોપીઓને ઝડપ્યા છે. ઓડિશામાંથી પકડાયેલ SD PAY ના માલિક ધવલ પટેલ ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યો હતો. કરોડો રૂપિયાના આ કૌભાંડનું નેટવર્ક ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ફેલાયેલું હતું. કુલ 40 બેન્ક ખાતાઓમાં થયેલા ટ્રાન્ઝેક્શનની તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SD PAY અને APNA PAYના નામે 1533 કરોડનું ટ્રાન્જેક્શન કરનાર ગેંગનું નેટવર્ક હજી ચાલુ,એજન્ટોને ટ્રેનિંગ આપતા હતા

રાજ્યભરમાં ચકચાર મચાવનાર કરોડો રૃપિયાના SD PAY અને APNA PAY એપ્લિકેશન કૌભાંડમાં અમરેલી અને વડોદરા પોલીસની સંયુક્ત તપાસ દરમિયાન કૌભાંડી ટોળકીના નેટવર્કની વધુ વિગતો બહાર આવી રહી છે અને કૌભાંડનો આંકડો હજી પણ વધે તેવી શક્યતા છે.
ઇન્વેસ્ટરોને લોભામણી ઓફર કરીને કરોડો રૃપિયા ઠગી લેનાર ગેંગમાં નારાયણ કાંગને,ધવલ પટેલ અને હિરેન શાહ સહિતના સાગરીતોની તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા ઇન્વેસ્ટરોને કેવી રીતે આંજવા અને કૌભાંડ બહાર ના આવે તે માટે પોલીસ ફરિયાદ નહિ કરવા કેવી રીતે સમજાવવા તેની ટ્રેનિંગ આપવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.ટ્રેનિંગનું નેટવર્ક પકડાયેલો આરોપી ભાવેશ ધનેજા સંભાળતો હોવાની માહિતી ખૂલી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ટોળકી દ્વારા ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું.ચારેક મહિના પહેલાં એસડી પે ના નામે બૂમો પડતાં ટોળકી દ્વારા સેમિનાર બંધ કરી દેવામાં આવ્યા હતા અને અઢી થી ત્રણ હજાર જેટલા એજન્ટો જોડાઇ શકે તે રીતે ઝૂમ એપ ઉપર વર્ચ્યુઅલ સેમિનાર કરવામાં આવતા હતા.
ટોળકી દ્વારા હેન્ડલ કરવામાં આવતા ૧૮ ખાતા ઓળખાઇ ગયા છે.જ્યારે બાકીના ૨૨ જેટલા ખાતાની પણ વિગતો પ્રાપ્ત થઇ છે.જેથી તમામ ૪૦ જેટલા ખાતાઓમાં થયેલા ટ્રાન્ઝેક્શનની રકમ હજી વધશે તેમ મનાઇ રહ્યું છે.

SD PAY એપ નો માલિક ધવલ પટેલ ઓસ્ટ્રેલિયાથી રિટર્ન થયો હતો
ચકચારી SD PAY એપ રજૂ કરનાર ધવલ પટેલ ઓસ્ટ્રેલિયાથી રિટર્ન થયો હોવાની પોલીસને માહિતી મળી છે.
દેશના જુદાજુદા રાજ્યોમાં કરોડોનું કૌભાંડ આચરવાના કૌભાંડનો પર્દાફાશ કરનાર અમરેલી પોલીસે એસડી પે તૈયાર કરનાર માલિક ધવલ પટેલ અને તેના સહયોગી હિરેન શાહને ઓડિશાના સંબલપુર ખાતેથી દબોચી લીધા હતા.
બંને જણા વડોદરા પાસિંગની કારનો ઉપયોગ કરતા હોવાની વિગતો ખૂલતાં પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.ધવલ પટેલને વડોદરા લવાયા બાદ વધુ વિગતો બહાર આવશે.
ટોળકી પકડાઇ હોવા છતાં હજી નેટવર્ક ચાલુ,બચાવ કરતી ઓડિયો કોણ મૂકે છે
લોભામણી સ્કીમો મૂકીને કરોડોની ઠગાઇ કરનાર ગેંગના સર્વર અને બેન્ક ખાતાઓ સંભાળનાર સૂત્રધાર નારાયણ કાંગને,એપ બનાવનાર ધવલ પટેલ,તેનો સહયોગી હિરેન શાહ,સેમિનાર યોજી માર્કેટિંગ કરનાર ભાવેશ ધનેજા સહિતના આરોપીઓ પકડાઇ ગયા હોવા છતાં હજી ેગંગનું નેટવર્ક ચાલુ હોવાની પોલીસને વિગતો મળી છે.આરોપીઓનો બચાવ કરતી કેટલીક ઓડિયો ક્લીપ વાયરલ થતાં અમરેલી પોલીસે આવી ઓડિયો ક્લીપ કબજે કરી છે.ઓડિયો ક્લીપમાં આરોપીઓ સામેથી રજૂ થયા છે..બધાને સ્કીમ મુજબ રૃપિયા પાછા મળી જવાના છે,આરોપીઓ જામીન પર છૂટી ગયા છે..વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પોલીસ ઓડિયો ક્લીપની તપાસ ચલાવી રહી છે.