Baroda

દારૃની ખેપ મારનાર ડેરોલ રેલવેનો હેકો સુરેશ માંદગીની રજા પર હતો,દસ દિવસ પહેલાં કાર ખરીદી હતી

By GS Team
19 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક નંદેસરી પોલીસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પરથી દારૂની ખેપ મારતા ગોધરાના ડેરોલ રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને તેના સાગરીત વિક્રમ ઢાપાને 4.60 લાખના દારૂ સાથે ઝડપ્યા. કોર્ટે બંનેને 20 તારીખ સુધીના રિમાન્ડ પર મોકલ્યા છે. પોલીસે કોલ ડિટેલ મંગાવી સુરતના સલીમ અહેમદની શોધખોળ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૃની ખેપ મારનાર ડેરોલ રેલવેનો હેકો સુરેશ માંદગીની રજા પર હતો,દસ દિવસ પહેલાં કાર ખરીદી હતી

વડોદરા નજીક કારમાં દારૃની ખેપ મારતા પકડાયેલા ગોધરાના ડેરોલ રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ અને તેના સાગરીતને તા.૨૦ સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
નંદેસરી પોલીસે મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ -વે ઉપર ફાજલપુર ઉતરવાના ટોલનાકા પાસેથી ક્રેટા કારને તપાસતાં અંદરથી રૃ.૪.૬૦ લાખના દારૃ સાથે ડેરોલ રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ સંજય વિક્રમભાઇ રૃખડભાઇ ચૂડાસમા(દેરોલ રેલવે સ્ટેશન પાસે,પિન્ટ ુભાઇના મકાનમાં,પંચમહાલ મૂળ રહે. સરતાનપુર, તળાજા, ભાવનગર)અને વિક્રમ વલ્લભભાઇ ઢાપા (પીથલપુર ગામ,તળાજા, ભાવનગર)પકડાયા હતા.
પીઆઇ બીડી જાડેજાએ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તેમને તા.૨૦ સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે.જેથી પોલીસે બંને આરોપીની કોલ્સ ડીટેલ મંગાવી છે તેમજ દારૃ સપ્લાય કરનાર સુરતના સલીમ એહમદની શોધખોળ હાથ ધરી છે.
એસીપી અને અન્ય અધિકારીઓએ પંચમહાલ પોલીસ વડાનો સંપર્ક કરી બનાવની જાણ કરતાં આરોપી હેડ કોન્સ્ટેબલ સુરેશ વર્ષ-૨૦૧૭માં ભરતી થયો હતો અને કેટલાક દિવસથી માંદગીની રજા પર હોવાનું જાણવા મળ્યું છે.પોલીસને પ્રાથમિક રીતે એવી વિગતો મળી હતી કે,દસદિવસ પહેલાં જ સંજયે સુરતના કારંજ ખાતે રહેતા રાજુ ઇટાલીયા પાસેથી કાર ખરીદી હતી અને કાર હજી રાજુના નામે જ છે.જેથી પોલીસ સાચી હકિકત જાણવા માટે રાજુની પણ પૂછપરછ કરનાર છે.