Baroda

એમ.એસ.યુનિ.માં સૌથી વધુ પ્રવેશ મેળવનારા વિદેશી વિદ્યાર્થીઓ બાંગ્લાદેશના

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
એમ.એસ. યુનિવર્સિટીમાં 2025-26 માટે 31 દેશોના 109 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જેમાં બાંગ્લાદેશના સૌથી વધુ છે. કુલ 500થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ટેકનોલોજી અને સાયન્સ ફેકલ્ટીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. જોકે, હજુ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ નથી. પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોવાથી સંખ્યા વધવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિ.માં સૌથી વધુ પ્રવેશ મેળવનારા વિદેશી વિદ્યાર્થીઓ બાંગ્લાદેશના

એમ.એસ.યુનિવર્સિટીમાં ૨૦૨૫-૨૬ના વર્ષની શૈક્ષણિક પ્રક્રિયા પૂરી થવાના આરે છે. સ્થાનિકની સાથે સાથે આ વર્ષે પણ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં યુનિવર્સિટીમાં ૩૧ દેશોના ૧૦૯ વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ બાંગ્લાદેશના છે.
યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૫૦૦ જેટલી થવા જાય છે.જોકે હજી સુધી સત્તાધીશો તેમના માટે હોસ્ટેલ કેમ્પસ બનાવી શક્યા નથી.ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સ ઈન્ચાર્જ ડિરેકટર પ્રો.રણજિતસિંહ દેવકરના કહેવા પ્રમાણે મોટાભાગના વિદ્યાર્થીઓ આફ્રિકન દેશોના છે.ઘણા દેશો એવા છે જેના એકલ દોકલ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભણવા આવ્યા છે.
વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની નવ ફેકલ્ટીઓમાં પ્રવેશ અપાયો છે.જેમાં સૌથી વધારે ૩૧ વિદ્યાર્થીઓ ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે.બીજા ક્રમે સાયન્સ ફેકલ્ટી છે.વિદેશી વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા હજી ચાલુ હોવાથી પ્રવેશ લેનારાની સંખ્યામાં વધારો થવાની શકયતા છે.

કઈ ફેકલ્ટીમાં કેટલા વિદેશી વિદ્યાર્થીઓ ભણશે
ફેકલ્ટી સંખ્યા
આર્ટસ ૧૭
એજ્યુકેશન ૯
હોમસાયન્સ ૫
ફાઈન આર્ટસ ૧
જર્નાલિઝમ ૨
પરફોર્મિંગ આર્ટસ ૧૯
સાયન્સ ૨૦
સોશ્યલ વર્ક ૫
ટેકનોલોજી ૩૧

કયા દેશોમાંથી વિદ્યાર્થીઓ આવ્યા
અંગોલા, બાંગ્લાદેશ, ભુટાન, બોટ્સવાના, બ્રાઝિલ, બુરુંડી, જિબોટી, એસ્વાટિની, ગામ્બિયા, ઘાના, ઈન્ડોનેશિયા, આઈવરી કોસ્ટ, કેન્યા, લિસોથો, માડાગાસ્કર, મોરેશિયસ, મોઝામ્બિક, મ્યાનમાર, નામિબિયા, નેપાળ, પાપુઆ ન્યૂ ગીની, રશિયા, રવાન્ડા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, તાજિકિસ્તાન, તાન્ઝાનિયા, યુગાન્ડા, અમેરિકા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે