પીટાઇ સહ નહિ કર પાઇ..તેમ પગમાં લખીને આપઘાત કરનાર મહિલાના એન્જિનિયર પતિ,સાસુ,સસરાની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રિલાયન્સ ટાઉનશિપમાં બે લાખના દહેજ માટે પરિણીતા પર ત્રાસ ગુજારી આપઘાત કરવા માટે મજબૂર કરનાર પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરવામાં આવી છે.
ઉડેરા ખાતે રિલાયન્સ ટાઉનશિપના સેક્ટર-૧માં રહેતો અને એન્જિનિયર તરીકે નોકરી કરતો સુધીરકુમાર અનેકસિંંગ (રૃમ ૨-બી/૫૧૨)તા.૮ મીએ મોબાઇલ રિપેર કરાવવા માટે સિટિમાં ગયો ત્યારે તેની પત્ની સીમાએ ગળાફાંસો ખાઇ લીધો હતો.આપઘાત કરતાં પહરેલાં સીમાએ આઠ માસની બાળકીને પડોશીને સોંપી હતી અને પગે હિન્દીમાં લખાણ લખ્યું હતું,જેમાં પતિ કી પીટાઇ નહિ સહ પાઇ..તેનો ઉલ્લેખ કર્યો હતો.
ઉપરોક્ત બનાવ અંગે સીમાના ભાઇ અનિલકુમાર જાટવે(ઇંટા,યુપી)પોલીસ ફરિયાદમાં તેની બહેન સીમાને તેનો પતિ સુધીરકુમાર,સાસુ શીલાદેવી અને સસરા અનેકસિંગ પ્લોટ લેવા માટે રૃ.બે લાખની માગણી કરી ખૂબ ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપ કર્યો હતો.જેથી એસીપી આરડી કવાએ ફરિયાદને આધારે મહિલાને આપઘાત કરવા માટે મજબૂર કરનાર પતિ,સાસુ અને સસરાની ધરપકડ કરી છે.




