Baroda

15 કરોડના ખર્ચે બની રહેલી શિક્ષણ સમિતિની કન્સેપ્ટ સ્કૂલમાં એઆઈ- રોબોટિક લેબ જેવી સુવિધાઓ હશે

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત 2 સ્કૂલોને ખાનગી સ્કૂલ જેવી સુવિધાઓ સાથે ‘કન્સેપ્ટ સ્કૂલ’ બનાવાશે. અટલાદરાની ડો.શ્યામા પ્રસાદ મુખર્જી સ્કૂલને 15 કરોડના ખર્ચે ‘શ્રી મહંત સ્વામી મહારાજ શૈક્ષણિક કેમ્પસ’ નામ અપાશે. અહીં KGથી ધો.12 સુધી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમની સ્કૂલો હશે. AI, રોબોટિક લેબ, AC લાઇબ્રેરી, ઓડિટોરિયમ જેવી સુવિધાઓ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

15 કરોડના ખર્ચે બની રહેલી શિક્ષણ સમિતિની કન્સેપ્ટ સ્કૂલમાં એઆઈ- રોબોટિક લેબ જેવી સુવિધાઓ હશે

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નવી શિક્ષણ નીતિના ભાગરુપે બે સ્કૂલોને કન્સેપ્ટ સ્કૂલ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે.જેમાં બાળકોને મળનારી સુવિધાઓ ખાનગી સ્કૂલોને ટકકર મારે તેવી હશે.
મળતી જાણકારી પ્રમાણે આ બે સ્કૂલો પૈકી અટલાદરા ખાતેની ડો.શ્યામા પ્રસાદ મુખર્જી સ્કૂલને ૧૫ કરોડ રુપિયાના ખર્ચે કન્સેપ્ટ સ્કૂલમાં ફેરવવા માટેની કામગીરી શરુ પણ થઈ ચૂકી છે.એ પછી આટલો જ ખર્ચ વાઘોડિયા રોડ પરની કવિ પ્રેમાનંદ સ્કૂલને કન્સેપ્ટ સ્કૂલમાં પરિવર્તિત કરવા માટે થશે.જેમાં અટલાદરાની સ્કૂલને શ્રી મહંત સ્વામી મહારાજ શૈક્ષણિક કેમ્પસ નામ અપાશે.આ સ્કૂલમાં બાળકો કેજીથી માંડીને ધો.૧૨ સુધીનો અભ્યાસ કરી શકે તેવું આયોજન કરવામાં આવશે.આમ એક જ કેમ્પસમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમની સ્કૂલોનું સંકુલ હશે.
સ્કૂલમાં બાળકોને એઆઈ લેબ, રોબોટિક લેબ, સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, ઓડિટોરિયમ, એસી લાઈબ્રેરી, ઓડિટોરિયમ, રમત ગમત માટે મેદાન જેવી તમામ પ્રકારની સુવિધાઓ મળશે.વિદ્યાર્થીઓને વિશેષ આઈ કાર્ડ અપાશે અને એન્ટ્રી ગેટ પર તેને ડિજિટલ સ્કેનરથી સ્કેન કરાશે.સંભિવત વીજ વપરાશને ધ્યાનમાં રાખીને કેમ્પસના બિલ્ડિંગો પર સોલાર પેનલો પણ ફિટ કરાશે.જ્યારે સુરક્ષા માટે તમામ જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવશે.

અન્ય વિશેષતાઓ અને સુવિધાઓ
એક જ કેમ્પસમાં ૨૫૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરી શકે તે માટે ૬ સ્કૂલ કાર્યરત કરાશે
દરેકના અલગ બિલ્ડિંગ રહેશે.હિન્દી માધ્યમની સ્કૂલના ટોપ ફ્લોર પર એક ઓડિટોરિયમ બનશે.
દિવ્યાંગ બાળકો માટે વિશેષ સુવિધાઓ અને રિસોર્સ રુમ રહેશે.
મધ્યાહન ભોજન માટે અલગ જગ્યા ફાળવાશે.હેલ્થ સર્વિસ માટે અલાયદો રુમ રહેશે
સીઆરસી અને યુઆરસી ઓફિસ પણ બનશે.
ઓપન એર એમ્ફિ થિયેટર અને મ્યુઝિક રુમ, ઈન્ડોર ગેમ્સ હોલ, યોગા રુમ અને જિમની પણ સગવડ હશે.