Baroda
દશરથમાં પ્લોટ સાચવતા ત્રણ સંતાનના પિતાની ઘાતકી હત્યાનો ભેદ અકબંધ
By GS Team
4 Jul 20261 min read
વડોદરાના દશરથ ગામે 25મી જૂને રાત્રે જમીન સાચવવા ગયેલા ત્રણ સંતાનના પિતા ઉમેદ વસાવાની ઘાતકી હત્યાનો ભેદ એક સપ્તાહ વીતવા છતાં અકબંધ છે. અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થ વડે હુમલો કરી ઉમેદને મોતને ઘાટ ઉતાર્યો હતો. છાણી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે, પરંતુ હજુ સુધી હત્યારાનો કોઈ પત્તો લાગ્યો નથી.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના દશરથ ખાતે ત્રણ સંતાનના પિતાની થયેલી ઘાતકી હત્યાના બનાવમાં એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજી તેનો ભેદ અકબંધ રહ્યો છે.
દશરથ ગામે અશોકભાઇ પટેલની જમીનમાં પ્લોટિંગનું કામ કરવાનું હોવાથી અને જમીન સાચવતા ભવાનભાઇ વસાવાએ આંખનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેમના બદલે તેમનો પુત્ર ઉમેદ વસાવા તા.૨૫મી જૂને રાત્રે જમીન સાચવવા ગયો હતો.
આ દરમિયાન કોઇ વ્યક્તિએ તેના માથામાં તીક્ષણ હથિયાર વડે તેમજ મોંઢે બોથડ પદાર્થ વડે હુમલો કરતાં મોત નીપજ્યું હતું.છાણી પોલીસે હત્યાનો ગુનો નોંધી પરિવારજનોની પૂછપરછ કરી તપાસ હાથ ધરી હતી.છાણીની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો પણ સામેલ થઇ છે.પરંતુ હજી સુધી હત્યાનો ભેદ ઉકેલાયો નથી.