કોમર્સ ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકો નિમણૂક વગર જ લેકચર લઈ રહ્યા છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની અન્ય તમામ ફેકલ્ટીઓમાં વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે હંગામી અધ્યાપકો તરીકે પસંદ થયેલા ઉમેદવારોને એપોઈન્ટમેન્ટ લેટર આપી દેવામાં આવ્યા છે પણ સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના હંગામી અધ્યાપકોને યુનિવર્સિટી સત્તાધીશો એપોઈન્ટમેટર લેટર આપવામાં વિલંબ કરી રહ્યા છે.
વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે કોમર્સ ફેકલ્ટીમાં ૧૦૦ જેટલા હંગામી અધ્યાપકોની નિમણૂક કરવામાં આવી છે.નિમણૂકની અને એપોઈન્ટમેન્ટ લેટર આપવાની પ્રક્રિયા ચાલુ હોવાથી યુનિવર્સિટી સત્તાધીશોએ ગત મહિને અગાઉના હંગામી અધ્યાપકોની મુદત લંબાવીને તા.૩૦ જૂન કરી હતી.
જોકે અન્ય ફેકલ્ટીઓમાં હંગામી અધ્યાપકોને વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે એપોઈન્ટમેન્ટ લેટર અપાઈ ગયા હતા પણ કોમર્સ ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકો અત્યારે લેટર વગર જ ફરજ બજાવી રહ્યા છે અને જુલાઈ મહિનો પણ પૂરો થવા આવ્યો છે.જો ત્યાં સુધીમાં તેમને એપોઈન્ટમેન્ટ લેટર નહીં મળે તો તેમને પગાર પણ નહીં મળે.
એક માત્ર કોમર્સ ફેકલ્ટીના ઉમેદવારોને જ કેમ નિમણૂક આપવામાં વિલંબ થઈ રહ્યો છે તે મુદ્દો અધ્યાપક આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.કેટલીક નિમણૂકોને લઈને ફેકલ્ટી સત્તાધીશો અને યુનિવર્સિટી સત્તાધીશો વચ્ચે મતભેદો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.









