ભવન્સ સ્કૂલના શિક્ષકો ડીઈઓ કચેરીની ટીમ સાથેની બેઠકમાં હાજર ના રહ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ભવન્સ સ્કૂલમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકોએ મેનેજમેન્ટ સામે કરેલા ગંભીર આક્ષેપો બાદ ડીઈઓ કચેરીના આઠ અધિકારીઓની ટીમે આ મામલાની તપાસ શરુ કરી છે.
જેના ભાગરુપે આજે ડીઈઓ કચેરીની ટીમે આક્ષેપો કરનાર શિક્ષકો સાથે બેઠક યોજી હતી.ટીમના અધિકારીએ કહ્યું હતું કે, આ શિક્ષકોએ ઈ- મેઈલ કરીને દિવાળીની રજાના કારણે બહારગામ હોવાથી દિવાળી બાદ મળવા માટે સમય આપવા માટે વિનંતી કરી છે.જેના કારણે આ શિક્ષકોને અમે દિવાળી પછી રજૂઆત કરવા સમય આપીશું.
અધિકારીના જણાવ્યા અનુસાર જે શિક્ષકો હાજર હતા તેમાંથી મોટાભાગનાએ મેનેજમેન્ટ સામે કોઈ ફરિયાદ નહીં હોવાનું જણાવ્યું હતું.જ્યારે કેટલાક સફાઈ કામદારોએ ઉલટાનું કહ્યું હતું કે, ફરિયાદ કરનાર એક શિક્ષક તો કેમ્પસમાં કૂતરાને સાથે લાવે છે.ઉપરાંત કોઈ પણ શિક્ષકના જાસૂસી કરતા વિડિયો અમે ઉતાર્યા નથી.ઉલટાનું કેટલાક શિક્ષકો અમારા સન્માનને ઠેસ પહોંચે તેવી હરકતો કરે છે.
માત્ર ચાર-પાંચ શિક્ષકોને વાંધો છેઃ મેનેજમેન્ટ
દરમિયાન મેનેજમેન્ટના પ્રતિનિધિએ અધિકારીઓ સાથેની બેઠકમાં કહ્યું હતું કે, અમે કોઈના વિડિયો ઉતારાવ્યા નથી અને માત્ર ચાર પાંચ શિક્ષકો જ એવા છે જે મેનેજમેન્ટની વ્યાજબી વાત પણ માનવા માટે તૈયાર નથી.




