Baroda

મધ્ય ગુજરાતમાં ચાર મહિનામાં નવા 50000 સોલાર જોડાણો આપવાનું લક્ષ્યાંક

By GS Team
14 Nov 20261 min read
TukuTouch Logo
રાજ્ય સરકારે રુફ ટોપ સોલાર જોડાણો માટે વધારાની સબસિડી જાહેર કરતા મધ્ય ગુજરાત વીજ કંપનીએ માર્ચ-૨૦૨૭ સુધીમાં 50000 સોલાર જોડાણોનો લક્ષ્યાંક રાખ્યો છે. 20 દિવસમાં 4000 અરજીઓ મળી છે. PM સૂર્ય ઘર યોજના હેઠળ હવે 2.18 કિલોવોટ સોલાર પેનલ માત્ર 10000 રૂપિયામાં લાગશે, જ્યારે SC/ST માટે 5000 રૂપિયા ખર્ચ થશે. અત્યાર સુધીમાં 1.47 લાખ જોડાણો અપાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય ગુજરાતમાં ચાર મહિનામાં નવા 50000 સોલાર જોડાણો આપવાનું  લક્ષ્યાંક

કેન્દ્ર સરકારની યોજના હેઠળ ૨.૧૮ કિલોવોટ સુધીના રુફ ટોપ સોલાર જોડાણો માટે રાજ્ય સરકારે વધારાની સબસિડી આપવાની કરેલી જાહેરાત બાદ મધ્ય ગુજરાત વીજ કંપનીએ માર્ચ-૨૦૨૭ સુધીમાં ૫૦૦૦૦ સોલાર જોડાણો આપવાનો લક્ષ્યાંક મૂકયો છે.મળતી જાણકારી પ્રમાણે વધારાની સબસિડીની જાહેરાત બાદ તા.૨૨ ઓકટોબરથી અત્યાર સુધીમાં એટલે કે લગભગ ૨૦ દિવસમાં સોલાર જોડાણો માટેની ૪૦૦૦ અરજીઓ મધ્ય ગુજરાત વીજ કંપનીને મળી છે.
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ૨.૧૮ કિલોવોટની સોલાર પેનલો લગાવવાનો ખર્ચ અત્યાર સુધી લગભગ બે લાખ રુપિયા આવતો હતો પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસિડીને ગણતરીમાં લેવામાં આવે તો પેનલો લગાવવા માટે ૧૦૦૦૦ રુપિયા ખર્ચ થશે.જ્યારે એસટી એસટી કેટેગરી માટે આ ખર્ચ ૫૦૦૦ રુપિયા જ રહેશે.વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ૨૦૨૪માં પીએમ સૂર્યઘર યોજના શરુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાંથી વીજ કંપનીને ૨.૨૬ લાખ અરજીઓ મળી છે અને આ પૈકી ૧.૪૭ લાખ સોલાર જોડાણો અપાયા છે.એ પહેલા રાજ્ય સરકારની યોજના હેઠળ ૧.૬૦ લાખ સોલાર જોડાણો અપાઈ ચૂકયા છે.મધ્ય ગુજરાતમાં કુલ મળીને ૩ લાખ કરતા વધારે સ્થળોએ ૧૨૦૦ મેગાવોટ ક્ષમતાની સોલાર પેનલો લાગી છે.વીજ કંપનીના કર્મચારીઓને ૫૦૦૦૦ નવા રજિસ્ટ્રેશન માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.કર્મચારીઓએ મીટર રીડિંગ અને બીજી કામગીરી સાથે ગ્રાહકોને સોલાર જોડાણો માટે પ્રોત્સાહિત કરવાના રહેશે.