Baroda

પોર ગામના તલાટી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા, પોલીસ તપાસ ચાલતી હતી અને ત્રીજા દિવસે અચાનક ઘેર આવી ગયા

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના પોર ગામના તલાટી રાહુલ ચંદુભાઈ રાવત (ઉ.વ.30) ગઈકાલે રહસ્યમય સંજોગોમાં લાપતા થયા હતા. તેઓ 10મી તારીખે નોકરી પર જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પાછા ફર્યા ન હતા. પત્ની તેજલબેને વરણામાં પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. આજે સવારે રાહુલ ઘરે પરત ફર્યા, પરંતુ ગુમ થવાનું કારણ હજુ અકબંધ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોર ગામના તલાટી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા, પોલીસ તપાસ ચાલતી હતી અને ત્રીજા દિવસે અચાનક ઘેર આવી ગયા

Vadodara: વડોદરા નજીક આવેલા પોર ગામના તલાટી ગઈકાલે રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ ગયા હતા. આ અંગે પોલીસમાં જાણ થતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં રેવા પાર્ટી પ્લોટ પાછળ અક્ષરવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા રાહુલ ચંદુભાઈ રાવત ઉ.વ.30 પોર ગામમાં તલાટી તરીકે છેલ્લા સાત માસથી ફરજ બજાવે છે. તા.10ના રોજ સવારે તેઓ નોકરી પર જવું છું તેમ કહી ઘેરથી નીકળ્યા બાદ સાંજે ઘેર પરત નહીં આવતા તેમના પત્ની તેજલબેન અને પરિવારના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ પત્તો નહીં મળતા આખરે વરણામાં પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયા હોવાની જાણ તેજલબેને કરી હતી.
પોલીસે પણ પોરના તલાટીની વ્યાપક શોધખોળ શરૂ કરી હતી. આજે સવારે પોલીસ પરિવારજનોના નિવેદનો લેતી હતી તે વખતે જ તેમના ઘરના પાડોશીનો ફોન આવ્યો હતો કે રાહુલ ઘેર આવી ગયેલ છે તો તમો ઘેર આવી જાવ જેથી પરિવારજનો તુરંત ઘેર રવાના થયા હતા. જોકે તલાટી કયા કારણોસર ગુમ થઈ ગયા હતા તે હજી રહસ્ય છે. પોલીસે જણાવ્યું હતું કે તલાટી રાહુલના લગ્ન આ વર્ષના જાન્યુઆરી માસમાં જ થયા છે અને તેઓ માતા-પિતાથી અલગ રહેતા હતા.