Baroda

૬ વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
શહેર નજીકના ગામમાં 6 વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પંચમહાલના આંતરિયાળ વિસ્તારોમાં આ વાયરસે હાહાકાર મચાવ્યો હતો, જેમાં કેટલાક બાળકોએ જીવ ગુમાવ્યા હતા. આરોગ્ય વિભાગની સઘન સફાઈ છતાં સમયાંતરે કેસો નોંધાઈ રહ્યા છે. બાળકીના બ્લડ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા છે, જેનો રિપોર્ટ સોમવારે આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

૬ વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો

શહેર નજીકના એક ગામમાં રહેતી ૬ વર્ષની બાળકીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાઇ આવતા તેની સારવાર હોસ્પિટલમાં શરૃ કરાઇ છે.
પંચમહાલ જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસના કારણે કેટલાક બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. વાયરસને ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઠેર - ઠેર સાફ સફાઇની કામગીરી કરવામાં આવી હતી. તેમછતાં હજી સમયાંતરે શંકાસ્પદ કેસો નોંધાઇ રહ્યા છે. ગઇકાલે શહેર નજીકના એક ગામમાં રહેતી ૬ વર્ષની બાળકીમાં ચાંદીપુરાના લક્ષણો જણાતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. તેના બ્લડ સેમ્પલ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આગામી સોમવારે આવશે.