ડભોઇરોડના બે વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના ડભોઇરોડ પ્રતાપનગર વિસ્તારના બે વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જણાતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પંચમહાલ અને ગ્રામ્ય વિસ્તારમાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સૌથી વધુ આવી રહ્યા છે. પરંતુ, આજ ેડભોઇ રોડ પ્રતાપનગર વિસ્તારના બે વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જણાઇ આવતા તેને દાખલ કરવામાં આવ્યો છે. અગાઉ ભાયલી વિસ્તારના એક બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હાલમાં સયાજી હોસ્પિટલમાં કુલ ૮ બાળકો સારવાર લઇ રહ્યા છે. જે પૈકી ત્રણ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે પાંચ બાળકોના રિપોર્ટ પેન્ડિંગ છે. આ ઉપરાંત પેટલાદના ૧૨ વર્ષના બાળકમાં પણ શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાઇ આવતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.









