સુરત- ઉદયપુર વંદે ભારતને વડોદરા સહિત ૧૦ સ્ટેશને સ્ટોપેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પશ્વિમ રેલવે દ્વારા ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલવે જોડાણ માટે સુરત અને ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન વડોદરા સહિત બંને દિશામાં ૧૦ સ્ટેશને ઊભી રહેશે. સુરતથી ઉદયપુરનું ૫૩૦ કિ.મી.નું અંતર આ ટ્રેન ૭ કલાક ૪૦ મિનિટમાં કાપશે.
સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ૪ ઓક્ટોબરથી શરૃ થશે. આ ટ્રેન દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે સવારે ૬ઃ૧૦ વાગ્યે સુરતથી ઉપડશે અને તે જ દિવસે બપોરે ૧ ઃ૪૦ વાગ્યે ઉદયપુર પહોંચશે, જ્યારે ઉદયપુર-સુરત વંદે ભારત એક્સપ્રેસ ૩ ઓક્ટોબરથી શરૃ થશે. આ ટ્રેન દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે બપોરે ૩ઃ૩૫ વાગ્યે ઉદયપુરથી ઉપડીને રાત્રે ૧૧ વાગ્યે સુરત પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ભરૃચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર સ્ટેશને ઊભી રહેશે. વડોદરા વિભાગમાં આ ત્રીજી વંદે ભારત ટ્રેનનો ઉમેરો થયો છે.




