Baroda

અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં નવ મેડલ જીતનારા વિદ્યાર્થીઓને યુનિ.ના જિઓલોજી વિભાગમાં તાલીમ અપાઈ

By GS Team
1 Sep 20261 min read
TukuTouch Logo
ઈટાલીમાં યોજાયેલા ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતે 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 9 મેડલ જીતી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. વડોદરાની MSU યુનિવર્સિટીના જિઓલોજી વિભાગે સૌમિક મંડલ, એરોન મૈતી, રિધ્ધિ રંજન અને મહોમ્મદ એહતેશામ રિઝવી સહિત 17000 વિદ્યાર્થીઓમાંથી પસંદ થયેલા સ્પર્ધકોને તાલીમ આપી હતી. પ્રો. ડી.એમ. મૌર્યે ટ્રેનિંગનું સંકલન કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં નવ મેડલ  જીતનારા વિદ્યાર્થીઓને યુનિ.ના જિઓલોજી વિભાગમાં તાલીમ અપાઈ

ઈટાલીમાં તા.૨૦ થી ૨૭ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતે ચાર ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ એમ કુલ ૯ મેડલ જીતીને અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે.આ ઓલિમ્પિયાડમાં ભાગ લેનારા ચાર વિદ્યાર્થીઓ સૌમિક મંડલ, એરોન મૈતી, રિધ્ધિ રંજન અને મહોમ્મદ એહતેશામ રિઝવીને ઓલિમ્પિયાડ માટે એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના જિઓલોજી વિભાગમાં તાલીમ આપવામાં આવી હતી.
ફેકલ્ટી ડીન પ્રો.કલમકરે જણાવ્યું હતું કે, ઓલિમ્પિયાડ માટે ૧૭૦૦૦ વિદ્યાર્થીઓમાંથી મેરિટના આધારે સ્પર્ધકોની પસંદગી થઈ હતી.આ વિદ્યાર્થીઓ માટે જિઓલોજી વિભાગમાં તા.૨૦ મેથી તા.૧૧ જૂન સુધી ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો હતો.જેના કો ઓર્ડિનેટર તરીકે વિભાગના સિનિયર પ્રોફેસર ડી એમ મૌર્યે જવાબદારી સંભાળી હતી.ટ્રેનિંગ પ્રોગ્રામમાં જિઓલોજી વિભાગની સાથે સાથે દેશની અન્ય જાણીતી શૈક્ષણિક સંસ્થાઓના નિષ્ણાતો પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા.ટ્રેનિંગ પ્રોગ્રામના અંતે વિદ્યાર્થીઓનો અભિવાદન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો.