નશા મુક્તિ વિષય પર નુકકડ નાટક ભજવનારા વિદ્યાર્થીઓને માર્કસ મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલી રહેલા ડ્રગ્સ વિરોધી અભિયાન વચ્ચે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ નુકકડ નાટકના માધ્યમથી નશાના દુષ્પ્રભાવ સામે જાગૃતિ ફેલાવી રહ્યા છે.
ફેકલ્ટીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે એક નવતર અભિગમ અપનાવ્યો છે.આ નુક્કડ નાટકમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ઈન્ટરનલ એસેસેસમેન્ટના ભાગરુપે ૧૫ માર્કમાંથી માર્ક આપવામાં આવશે.
નુકકડ નાટક માટે ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ૨૨ ટીમો બનાવાઈ છે અને દરેક ટીમમાં ૪૦ વિદ્યાર્થીઓને સમાવવામાં આવ્યા છે.ફેકલ્ટી ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહનું કહેવું છે કે, વિવિધ પ્રકારની એક્ટિવિટી માટે વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનમાં ૧૫માંથી માર્કસ મળવાના છે.નુક્કડ નાટક કરનારના વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.
વિદ્યાર્થીઓએ કુલ મળીને નુકકડન નાટકના ૫૦૦ શો ભજવવાનું નક્કી કર્યું છે.અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ ૨૭ જેટલા શો કરી ચૂકયા છે.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની સાથે સાથે શહેરની સ્કૂલોમાં, જાહેર સ્થળોએ, શોપિંગ મોલ સહિતની જગ્યાઓ પર વિદ્યાર્થીઓ આ નાટક ભજવશે.આજે શહેરના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ ખાતે તથા ગર્લ્સ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓએ આ નાટક થકી..સે નો ટૂ ડ્રગ્સ…નો સંદેશ આપ્યો હતો.




