Baroda

હેલ્થ સેન્ટર-સ્પોર્ટ્સની તથા હોસ્ટેલની સુવિધા વધારવા માટે સેન્ટ્રલ યુનિ.માં વિદ્યાર્થીઓના ધરણા, ઝપાઝપી અને ધક્કા મુક્કી

By GS Team
14 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક કુંઢેલા સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હેલ્થ સેન્ટર-સ્પોર્ટ્સ સુવિધા વધારવા અને હોસ્ટેલમાં સફાઈ સહિતની માંગણીઓ સાથે વિદ્યાર્થીઓ સોમવાર રાતથી ધરણા પર બેઠા છે. આજે સવારે વિદ્યાર્થીઓએ મુખ્ય ગેટ ખોલવાનો ઇનકાર કરતા, બહારથી આવતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો અટવાયા હતા. પ્રોવોસ્ટ અને અધ્યાપકોની દરમિયાનગીરી વખતે ધક્કામુક્કી અને ઝપાઝપી થતા 2 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

હેલ્થ સેન્ટર-સ્પોર્ટ્સની તથા હોસ્ટેલની સુવિધા વધારવા માટે સેન્ટ્રલ યુનિ.માં વિદ્યાર્થીઓના ધરણા, ઝપાઝપી અને ધક્કા મુક્કી

Vadodara : વડોદરા નજીક કુંઢેલા ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હેલ્થ સેન્ટર-સ્પોર્ટ્સની સુવિધા વધારવા તથા હોસ્ટેલમાં સાફ-સફાઈ કરાવવા સહિતની માગણીઓને લઈને વિધાર્થીઓ સોમવાર રાતથી યુનિવર્સિટી કેમ્પસમાં ધરણા પર બેસી ગયા હતા. આજે સવારે વિદ્યાર્થીઓએ કેમ્પસનો મેઈન ગેટ ખોલવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના પગલે બહારથી આવી રહેલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો અટ્વાઇ ગયા હતા.
એ પછી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને બીજા અધ્યાપકોએ દરમિયાનગીરી કરી ત્યારે ધક્કા મૂકી અને ઝપાઝપી થઈ હતી . એબીવીપીનો આક્ષેપ છે કે આ દરમિયાન બે વિદ્યાર્થીઓને ઇજા પણ પહોંચી હતી. સેન્ટ્રલ યુનિવર્સિટીના સત્તાધીશો સમક્ષ વારંવાર સમસ્યાઓનો ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં વિદ્યાર્થીઓની માગણીઓ પૂરી કરવામાં આવતી નથી તેના કારણે વિદ્યાર્થીઓને ધરણા પર બેસવાની ફરજ પડી છે.