Baroda

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો ઃ બારીનો કાચ તૂટયો

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
ગાંધીનગર-મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ પર 4 ઓગસ્ટે અંકલેશ્વર-સુરત વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં ટ્રેનના C-6 કોચની બારીનો કાચ તૂટ્યો હતો. RPFએ CCTV ફૂટેજના આધારે તપાસ કરતા ઓડિશાના રામહરિ નાહકને સાયણ-ગોઠાગામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. લૂમ મશીન ઓપરેટર રામહરિએ પથ્થરમારાની કબૂલાત કરી છે. વધુ તપાસ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો ઃ બારીનો કાચ તૂટયો

ગાંધીનગર કેપિટલ-મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અંકલેશ્વર-સુરત વચ્ચે પથ્થરમારાને પગલે મુસાફરોમાં ભય સર્જાયો હતો. આ અંગે તપાસ દરમિયાન મૂળ ઓરિસ્સાના એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તા.૪ ઓગસ્ટના રોજ ગાંધીનગર કેપિટલથી મુંબઈ માટે રવાના થઇ હતી. આ ટ્રેનના કોચ સી-૬ની સીટ નંબર ૬૩ અને ૬૪ પાસે અંકલેશ્વર નજીક ગોઠાગામ અને કોસાડ સ્ટેશનો વચ્ચે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા પથ્થર ફેંકવાની ઘટના બની હતી, જેના કારણે કોચની બારીનો કાચ તૂટી ગયો હતો. આ અંગે આરપીએફની અંકલેશ્વર પોસ્ટ ખાતે કેસ નોંધી તપાસ શરૃ કરવામાં આવી હતી.
આરપીએફ દ્વારા તપાસ દરમિયાન મેળવવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં રેલવે ટ્રેક નજીક કાળા રંગનું શર્ટ પહેરેલો એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો. જેની શોધખોળ દરમિયાન સાયણ-ગોઠાગામ વિસ્તારમાંથી શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન તેની ઓળખ રામહરિ નાહક તરીકે થઈ હતી, જે મૂળ ઓડિશાનો રહેવાસી છે અને હાલમાં અમરોલી, સુરત ખાતે રહીને લૂમ મશીન ઓપરેટર તરીકે કામ કરે છે.
પૂછપરછ દરમિયાન રામહરિએ પોતે જ ટ્રેન પર પથ્થર માર્યો હોવાની કબૂલાત કરતા તેની અટકાયત કરવામાં આવી હતી. પથ્થરમારો કેમ કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.