Baroda

આજવા રોડ પર એક મહિના જૂના ઝઘડાની અદાવતે યુવકની કાર પર પથ્થરમારો

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ન્યુ VIP રોડ પર રહેતા રોહન ખટીકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 17 જૂને રાત્રે ગર્લફ્રેન્ડ સાથેના ઝઘડામાં રુદ્ર સોલંકી સાથે તકરાર થઈ હતી. 16 જુલાઈએ રાત્રે આજવા રોડ પર રુદ્ર અને તેના 2 મિત્રોએ રોહન અને તેના મિત્ર અશ્વિનને માર માર્યો હતો. હુમલામાં રોહનની સોનાની ચેઈન ગુમ થઈ, કાર પર પથ્થરમારો પણ થયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજવા રોડ પર એક મહિના જૂના ઝઘડાની અદાવતે યુવકની કાર પર પથ્થરમારો

Vadodara: ન્યુ વીઆઇપી રોડ પંચમ ડુપ્લેક્સ માં રહેતો રોહન ઓમ પ્રકાશ ખટીક ગોલ્ડન ચોકડી પાસે હોટલ ચલાવે છે બાપોદ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, 17 ની જૂને રાત્રે 12:30 વાગે આજવા રોડ લીલાબા નગર સોસાયટીના નાકા પર મારી ગર્લફ્રેન્ડ સાથે શક વહેમ બાબતે ઝઘડો થયો હતો તે વખતે લીલાબા નગર સોસાયટીમાં રહેતો રુદ્ર સોલંકી આવીને અહીંયા ઝઘડો કેમ કરો છો ? તેમ કહી મારી સાથે તકરાર કરી હતી. આ બાબતે અમારી વચ્ચે અંદરો અંદર સમાધાન થઈ ગયું હતું.

ત્યારબાદ 16 મી જુલાઈ ના રોજ હું તથા મારો મિત્ર અશ્વિન મારી કાર લઈને આજવા ચોકડી પાસે રાત્રે બજારમાં નાસ્તો કરવા ગયા હતા રાત્રે 11:30 વાગે લીલાબા નગર સોસાયટીના નાકા પાસે રુદ્ર સોલંકી ઉભો હોય તે મારી ગાડી ઉભી ઉભી રાખી તેની સાથે વાતચીત કરવા ગયો હતો તે દરમિયાન રુદ્ર સોલંકી મને ગાળો બોલે માર માર્યો હતો. મારો મિત્ર અશ્વિન મને છોડાવા વચ્ચે પડતા તેને પણ રુદ્ર સોલંકી ના બે મિત્રોએ માર માર્યો હતો આ હુમલામાં મારી સોનાની ચેન પડી ગઈ હતી.ત્યારબાદ ટોળું ભેગું થઈ જતા હું મારી કારો લઈને ભાગવા જતા રુદ્ર તથા તેના બે મિત્રોએ મારી કાર પર પથ્થરમારો કર્યો હતો હું બાપોદ પોલીસ સ્ટેશનમાં ગયો હતો પરંતુ મને ઇજા થઈ હોય ત્યાંથી 108 ગાડીમાં બેસી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યો હતો.