Baroda

આજથી રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં 11 થી 14 ઓગસ્ટ દરમિયાન ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ યોજાશે. બરોડા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત આ ચાર દિવસીય સ્પર્ધામાં 776 ખેલાડીઓ ભાગ લેશે. પુરુષ શ્રેણીમાં નૂતાંશુ દાયમા, અભિલાષ રાવલ, જન્મેજય પટેલ અને મહિલા શ્રેણીમાં પ્રથા પવાર, આફ્રિન મુરાદ, જલય મહેતા અને પ્રથમ મદલાની જેવા દિગ્ગજ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજથી રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ

અત્રેના સમા સ્પોર્ટસ્ કોમ્પલેક્સમાં આવતીકાલે તા.૧૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ યોજાવા જઈ રહી છે.

ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસના નેજા હેઠળ આયોજિત આ ચાર દિવસીય સ્પર્ધામાં ૭૭૬ ખેલાડીઓની એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ છે.

પુરુષની શ્રેણીમાં પ્રથમ ત્રણ રેન્કિંગ સ્પર્ધાઓમાં નૂતાંશુ દાયમા, અભિલાષ રાવલ અને જન્મેજય પટેલ વિજેતા બન્યા હોવાથી આ વખતે ખિતાબને લઈ ભારે ઉત્સુકતા છે, જ્યારે મહિલા શ્રેણીમાં અમદાવાદની  પ્રથા પવારે બે રેન્કિંગ અને સુરતની આફ્રિન મુરાદે એક ટાઈટલ હાંસલ કર્યા છે.

વડોદરાના જલય મહેતા અને પ્રથમ મદલાની રાજ્યના દિગ્ગજ ખેલાડીઓને પડકાર આપવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત વેદ પંચાલ, મહેક શેઠ અને કૃષ્ણા પટેલ પાસેથી પણ સારી રમતની અપેક્ષા છે.