Baroda

નેપાળ માટે સહાયની સોશિયલ મીડિયા પર રીલ : રૂ.251ની મદદની અપીલ અને QR કોડ આપી ઠગાઇના કિસ્સા

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં આવેલી ભયાનક પૂર હોનારત બાદ સોશિયલ મીડિયા પર રૂ.251ની મદદ માટેની અપીલ સાથે QR કોડ મૂકી છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું છે. વડોદરા સહિત અનેક લોકો રીલ જોઈને ભાવનાત્મક રીતે પ્રેરાઈને પૈસા મોકલી રહ્યા છે. પરંતુ આ નાણાં ખરેખર પૂર પીડિતો સુધી પહોંચે છે કે નહીં તે મોટો પ્રશ્ન છે. નેપાળ તંત્રએ પણ નકલી QR કોડથી સાવચેત રહેવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળ માટે સહાયની સોશિયલ મીડિયા પર રીલ : રૂ.251ની મદદની અપીલ અને QR કોડ આપી ઠગાઇના કિસ્સા

Vadodara News : સોશિયલ મીડિયા પર રીલ, રૂ.251ની મદદની અપીલ અને નેપાળમાં તાજેતરમાં સર્જાયેલી વિનાશક પુર હોનારત બાદ પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે. અનેક લોકો અને સંસ્થાઓ પીડિતોને મદદ પહોંચાડવા આગળ આવી રહ્યા છે. માનવતાના આ સંકટ સમયે લોકો સ્વેચ્છાએ નાણાકીય સહયોગ પણ આપી રહ્યા છે. પરંતુ આ જ મદદની ભાવનાનો કેટલાક લે-ભાગુ તત્વો ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાની શંકા વધુ ગાઢ બની રહી છે.
સોશિયલ મીડિયા પર નેપાળની પૂર હોનારત દર્શાવતી રીલ અને વીડિયો મૂકીને લોકોને મદદ માટે ભાવનાત્મક અપીલ કરવામાં આવી રહી છે. કેટલીક અપીલોમાં માત્ર રૂ.251 ડોનેટ કરવાની વિનંતી કરવામાં આવે છે અને તેની સાથે સીધો QR કોડ મૂકવામાં આવે છે. રીલ જોઈ સહાનુભૂતિથી પ્રેરાઈ લોકો QR કોડ સ્કેન કરી નાણાં મોકલી દેતા હોય છે, પરંતુ આ નાણાં ખરેખર પૂર પીડિતો સુધી પહોંચે છે કે પછી કોઈ વ્યક્તિના ખિસ્સામાં જાય છે તેવો સૌથી મોટો સવાલ છે.
નેપાળમાં પૂર રાહતના નામે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા શંકાસ્પદ ડોનેશન એકાઉન્ટ અંગે તપાસમાં એવા કિસ્સા સામે આવ્યા છે કે અનેક એકાઉન્ટ તાજેતરમાં જ બનાવવામાં આવ્યા હતા અથવા તેમના નામ બદલીને રાહત અભિયાન જેવા દેખાડવામાં આવ્યા હતા. કેટલાક એકાઉન્ટમાં વ્યક્તિગત નામના QR કોડ દ્વારા નાણાં ઉઘરાવવાની પદ્ધતિ અપનાવવામાં આવી હતી.
નેપાળના તંત્રએ પણ પૂર રાહતના નામે નકલી QR કોડ અને વ્યક્તિગત બેંક ખાતા મારફતે ડોનેશન ઉઘરાવવાની શક્યતા સામે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. રાહત માટે નાણાં મોકલતા પહેલાં માત્ર સત્તાવાર અને ચકાસેલા માધ્યમનો જ ઉપયોગ કરવા જણાવાયું છે.
નાની રકમની અપીલ કરવાથી વધુ લોકો ડોનેશન કરવા તૈયાર થઈ શકે છે. રૂ.251 જેવી રકમ નાની લાગતી હોવાથી લોકો વધુ વિચાર કર્યા વગર QR કોડ સ્કેન કરી શકે છે. પરંતુ એક જ રીલ લાખો લોકો સુધી પહોંચે અને તેમાંથી હજારો લોકો રૂ.251 મોકલે તો મોટી રકમ એકઠી થઈ શકે છે. તેથી રકમ નાની હોય તો પણ QR કોડ કોનો છે અને તે નાણાં ક્યાં જઈ રહ્યા છે તેની ચકાસણી જરૂરી છે.
નેપાળના પૂર પીડિતોની મદદ કરવી એ માનવતાનું કાર્ય છે. પરંતુ મદદની ઉતાવળમાં ઠગોના જાળમાં ફસાઈ જવાથી સાવધાન રહેવું જરૂરી છે. ડોનેશન આપતા પહેલાં સંસ્થાની ઓળખ, નોંધણી, સત્તાવાર વેબસાઇટ અને નાણાંના ઉપયોગની વિગતો તપાસવી જોઈએ. અજાણ્યા વ્યક્તિના QR કોડ, નવી સોશિયલ મીડિયા પ્રોફાઇલ કે માત્ર ભાવનાત્મક રીલના આધારે પૈસા મોકલવાનું ટાળવું જોઈએ.