વાડી વિસ્તારના બંધ મકાનના તસ્કરોએ તાળા તોડ્યા : દાગીના અને રોકડની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Theft Case : વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ યાશીનખાન પઠાન રોડ પર સ્થિત ડાંગીવાલા મેન્સન ખાતે એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોરોએ રૂ.1,05,700 ની મતાની ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ઘટનાની વિગત અનુસાર, મોહમદ અદનાન પુઠાવાલાના ભાડાના મકાનમાંથી 22 સપ્ટેમ્બરની રાત્રિથી 23 સપ્ટેમ્બર 2026ની સવાર દરમિયાન તસ્કરોએ દરવાજાનું તાળું અને નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ તિજોરીનું લોકર અને પેટીપલંગનું ખાનું તોડી અંદર રાખેલા રૂ.60,700 ની કિંમતના સોના-ચાંદીના દાગીના (જેમાં સોનાની વીંટીઓ, પેન્ડલ, બાલી અને સોનાનું બિસ્કિટ સામેલ છે) તથા રૂ.45,000 ની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. 23 સપ્ટેમ્બરે સવારે ઘટનાની જાણ થતાં જ વાડી પોલીસ મથકે તેમણે ફરિયાદ નોંધાવી છે.




