બાજવાની યુનિયન બેન્કમાંથી લોન લેનાર છ વેપારીઓએ 1.45 કરોડનો ચૂનો ચોપડતાં ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બાજવા ખાતે આવેલી યુનિયન બેંન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી લોન મેળવવા બદલ છ લોનધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારી આશિષ સુવાલકાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે, વર્ષ-૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન ધંધાકીય યુનિટ માટે લોન પ્રોસેસ કરવામાં આવી હતી.જે પૈકીના છ લોન ધારકોએ લોન ભરપાઇ નહિ કરીને બેન્કને નુકસાન પહોંચાડયું છે.
ફરિયાદમાં કહેવાયું છે કે,લોનધારકોએ બેન્કને ખોટી માહિતી આપી હોવાની વિગતો જાણવા મળી છે.કેટલાકના ધંધાકીય યુનિટ બંધ હતા,તો લોન માટે બોગસ સ્ટોક સ્ટેટમેન્ટ્સ અને બોગસ બેન્ક સ્ટેટમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.જેથી બેન્ક સાથેના કરારનો ભંગ કરી લોન ભરપાઇ કરવામાં આવી નથી.
ફરિયાદમાં કહેવાયું છે કે,ઉપરોક્ત લોન ધારકોએ જ્યારે લોન મેળવવા પ્રોસેસ કરી ત્યારે સ્થળ તપાસ દરમિયાન સંતોષકારક અહેવાલ રજૂ થતાં તેમને લોન આપવામાં આવી હતી.પરંતુ ત્યારબાદ લોન ભરપાઇ થવામાં વિલંબ થતાં સ્થળ પર તપાસ કરી ત્યારે પોલ ખુલ્લી પડી હતી.કુલ છ લોન ધારકોએ બેન્કને મુદ્દલ અને વ્યાજ સહિત કુલ રૃ.૧.૪૫ કરોડનું નુકસાન પહોંચાડતાં પોલીસે છ જણા સામે ગુનો નોંધી બેન્કની અંદરની વ્યક્તિ કે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
લોન લેનાર વેપારીઓના નામ-સરનામા અને રકમની વિગત નીચે મુજબ છે.
નામ઼ સરનામું કોના નામે લોનની કુલ રકમ(રુ.)
પ્રીતિ સમીર ખત્રી઼ સાઈ વિહાર સોસાયટી,વાઘોડિયા રોડ, પ્રીતિ ટ્રેડર્સ ૧૧.૭૯ લાખ
પિનાકીન શાંતિલાલ પટેલ઼ જય સત્યનારાયણ સોસાયટી,રિફાઈનરી રોડ ગુરૃકૃપા ટ્રેડર્સ ૨૯.૩૦ લાખ
ભારતી શાંતિલાલ પટેલ઼ સત્યનારાયણ સોસાયટી, રિફાઈનરી રોડ પટેલ એન્ડ કંપની ૩૪.૯૮ લાખ
નિકિતા પિનાકીન પટેલ઼ રાજભવન રેસિડેન્સી, બાપોદ પો. સ્ટે. પાસે, મારુતિ ટ્રેડર્સ ૨૪.૦૨ લાખ
મીનાબેન રજનીકાન્ત ખત્રી઼ યોગીરાજ ફ્લેટ, નૂતન ભારત, અલકાપુરી ધ અમી વીડિયો ૩૯.૯૫ લાખ
નેહા મીત ગજ્જર ઘનશ્યામપાર્ક સો.રિફાઇનરી રોડ સીયારામ ટ્રેડર્સ ૫.૦૫ લાખ




